મનોરંજન

ગોવિંદા સાથેના ડિવોર્સને લઈને સુનિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…

છેલ્લાં કેટલાક મહિનાથી બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને પત્ની સુનિતા આહુજા વચ્ચે અણબનાવ અને ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, સુનિતા હંમેશાથી જ ડિવોર્સની વાતોને રદીયો આપતી રહે છે. પરંતુ હવે સુનિતાએ જ પોતચાના અને ગોવિંદાના સંબંધને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કપિલ શર્માના શો પર ગોવિંદાના ચક્કરની વાત ટીઆરપી માટે કહી હતી, પરંતુ તેણે એ વાતને સીરિયસલી લઈ લીધી.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સુનિતાએ ખુલાસો કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં સુનિતાને પૂછવામાં આવ્યું હતું કે ગોવિંદા ચક્ક નહીં ચાલવતા એવું તમે કપિલ શર્માના શો પર કહ્યું હતું હવે એના પર તમે શું કહેવા માંગો છો. આ સવાલના જવાબમાં સુનિતાએ કહ્યું હતું મેં આ ડાયલોગ કપિલ શર્માના સોની ટીઆરપી વધારવા માટે માર્યો હતો.

આ પણ વાંચો: ગોવિંદા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પત્નીની હવે પોસ્ટ થઈ વાયરલ

મને નહોતી ખબર કે હું મારા જ પગ પર કુહાડો મારી રહી છું. મને નહોતી ખબર કે ગોવિંદા આને સીરિયસલી લઈ લેશે. હું તમામ પત્નીઓને કહી રહી છું કે ક્યારેય પોતાના પતિને આ વાત ના કહેશો, એવું પણ સુનિતાએ વધુમાં જણાવ્યું હતું.

સુનિતાએ આગળ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગોવિંદાએ પોતાનું સર્કલ બદલવું જોઈએ. આટલા સમયથી તે પડદા પર નથી દેખાયો. ગોવિંદાને માત્ર ગોવિંદા જ કામ કરતો અટકાવી શકે છે, બાકી કોઈ નહીં. ગોવિંદા છેલ્લાં કેટલાક વર્ષોથી ગોવિંદા ફિલ્મો અને સ્ક્રીનથી દૂર રહે છે.

આ પણ વાંચો: છૂટાછેડાના અહેવાલો વચ્ચે દીકરાની બર્થ ડે પાર્ટીમાં ગોવિંદા ગેરહાજર

સુનિતાએ પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હવે ઘણું બધું બદલાઈ ગયું છે. અઠવાડિયામાં એક દિવસ પાર્ટી કરું છું, ડ્રિંક કરું છું. હું થોડી સાધુ બની ગઈ છું? મારો પતિ છે, સુહાગ છે, બાળકો છે. હું બધાને કહું છું પોતાની જિંદગી જીવવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતા બે બાળકો છે. છેલ્લાં કેટલાક સમયથી સુનિતા અને ગોવિંદાના ડિવોર્સની ચર્ચા થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button