Sunil Grover એ ઉડાવી Tripti Dimri ના એ સીન્સની મજાક, નેટિઝન્સે કહ્યું… | મુંબઈ સમાચાર
મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Sunil Grover એ ઉડાવી Tripti Dimri ના એ સીન્સની મજાક, નેટિઝન્સે કહ્યું…

હાલમાં બોક્સ ઓફિસ ફિલ્મ ભૂલ ભલૈયા-3 નો જાદુ બરકરાર છે અને આ જ સિલસિલામાં ફિલ્મની સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાદલ અને નિર્દેશક અનીસ બાઝમી ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. આ જ શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે, જેમાં સુનિલ ગ્રોવર ડફલી તૃપ્તિને 2023 માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથેના એક ઈન્ટિમેટ સીન વિશે પૂછી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ નેટિઝન્સ સુનિલને ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rashmika Mandana, Tripti Dimri નહીં પણ હવે આ એક્ટ્રેસ છે National Crush, ફોટો જોશો તો…

ક્લિપની શરૂઆતમાં સુનિલ તૃપ્તિને પૂછતો જોવા મળે છે તું તો એ છે ને જે અમીનલ (એનિમલ) માં હતી? આ સવાલના જવાબમાં એક્ટ્રેસ કરે છે જી હા, હું જ હતી. ત્યાર બાદ સુનિલે પૂછ્યું હતું કે તમે જે રણબીર કપૂર સાથે કર્યું છે એ મને આશા છે કે ફિલ્મની શૂટિંગનો જ એક ભાગ હશે. એ ઈન્ટિમેટ સીન્સ… આવું કંઈ રિયલમાં તો નહોતું ને? તૃપ્તિ આ બધી વાતો સાંભળીને હસીને કહે છે કે આ બધું ફિલ્મ માટે જ હતું અને તે એકદમ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે.

સુનીલ ગ્રોવરનો આ વીડિયો જોઈને નેટિઝન્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે અને આ રીતે તૃપ્તિના ઈન્ટિમેટ સીન્સની મજાક ઉડાવવાનું તેમને પસંદ નથી આવ્યું. જોકે, કેટલાક લોકોએ સુનિલનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સુનિલ એ સમયે રણબીર કપૂરની પત્ની ડફલીના કેરેક્ટરમાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુનિલ ગ્રોવરે ડફલીના કેરેક્ટરમાં રણબીર કપૂર સાથે ખોટા લગ્ન પણ કર્યા હતા.

આ પણ વાંચો : ડીપ નેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીએ લગાવી આગ, તસવીરો વાયરલ…

વાત કરીએ ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ની તો ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દિક્ષીત નેને સિવાય વિજય રાજ, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, રાજેશ શર્મા અને અશ્વિની કાલસેલર પણ છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મ સિંઘમ અગેનને ટક્કર આપીને ધૂમ કમાણી કરી રહી છે.

Back to top button