ટીવી એક્ટ્રેસે શેર કર્યો મરાઠા આંદોલનનો ડરામણો અનુભવ, આંદોલકે કારની સામે કરી એવી હરકત કે…
અમેરિકાની 'જાતિવાદી' રણનીતિ? ટ્રમ્પના સલાહકારે ભારત પર ઉઠાવ્યા સવાલ!

કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા, બડે અચ્છે લગતે હૈ જેવા શો કરી ચૂકેલી જાણીતી ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીને મરાઠા આંદલકોનો ખૂબ જ ડરામણો અનુભવ થયો હતો.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી ફેન્સ અને નેટિઝન્સ સાથે શેર કરી છે. આ સાથે જ તેણે લો એન્ડ ઓર્ડર પર પણ સવાલો ઉઠાવ્યા છે. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
હાલમાં મુંબઈમાં મરાઠા આરક્ષણને લઈને મરાઠા આંદોલકો આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે. દરમિયાન ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી સાથે એવી ઘટના બની હતી કે જેને કારણે એક્ટ્રેસ ખુદ ચોંકી ઉઠી હતી. સુમોના જ્યારે સાઉથ બોમ્બે બાજુથી પસાર થઈ રહી હતી.

ત્યારે પ્રદર્શનકારીઓએ તેની કારને ઘેરી લીધી હતી અને તેની ગાડીના બોનેટ પર હાથ પછાડીને હસી રહ્યા છે. આ જોઈને સુમોના ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે શહેરના કાયદા અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું હતું કે આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ હું કોલાબાથી ફોર્ટ જઈ રહી હતી ત્યારે અચાનક એક ટોળાએ મારી કારને ઘેરી લીધી હતી અને કેસરી કલરનો સ્ટોલ પહેરેલો એક માણસ મારી કારના બોનેટ પર જોર જોરથી હાથ પછાડી રહ્યા હતો અને હસી રહ્યો છે. તેનું બહાર નીકળેલું પેટ પણ મારી કાર સાથે ચિપકાવી રહ્યો હતો.
આ પણ વાંચો…સુમોના ચક્રવર્તીનું બાલી એડવેન્ચર: ખતરો કે ખિલાડી પછી વેકેશનની તસવીરો જુઓ

એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તે મારી સામે એ રીતે વર્તી રહ્યો હતો, નાચી રહ્યો હતો કે જાણે તે પોતાની કોઈ પાયાવિહોણી વાત સાબિત કરી રહ્યો હતો.
અમે થોડા આગળ વધ્યા અને તેણે પાછું એ જ બધું રીપિટ કર્યું. પાંચ મિનિટમાં આ બધું બે-બે વખત થયું અને એ સમયે ત્યાં કોઈ પોલીસ પણ હાજર નહોતા.
સુમોનાએ આગળ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં કચરો જ કચરો હતો. પ્લાસ્ટિકની બોટલ, કેળાની છાલ, ફૂડ પેકેટ્સના રેપર વગેરે રસ્તા પર હતા. રસ્તા પર ખાવું-પીવું, સૂવું, નહાવું અને ખાવાનું બનાવી રહ્યા છે.
વીડિયો બનાવી રહ્યા છે, રીલ્સ બનાવી રહ્યા છે. વિરોધના નામે આંદોલકો મુંબઈ દર્શન કરી રહ્યા છે. આ નાગરિકોની ભાવનાની મજાક છે.
એક્ટ્રેસે મુંબઈમાં રહેવાનો પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો અને કહ્યું હતું કે આ પહેલાં તેને મુંબઈમાં ક્યારેય એટલું અનસેફ નથી ફીલ થયું અને એમાં પણ ખાસ કરીને સાઉથ બોમ્બેમાં. પરંતુ ગઈકાલે પહેલી વખત તેમને આવું ફીલ થયું હતું.
સુમોનાના આ પોસ્ટ પર નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો સુમોનાને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો સુમોનાને ટ્રોલ કરી રહ્યા છે. જોકે, બાદમાં સુમોનાએ પોતાના એકાઉન્ટ પરથી આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.
આ પણ વાંચો…મરાઠા અનામતઃ સીએસએમટી સ્ટેશન બન્યું ‘શેલ્ટર હોમ’, પોલીસની સુરક્ષામાં વધારો…