Suhana Khan's Christmas Gift Photo Goes Viral

સુહાના ખાનને મળી Christmas Gift, તસવીર થઈ વાઇરલ

મુંબઈઃ દેશભરમાં આજે નાતાલનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સુહાના ખાને ક્રિસમસ ખાસ તસવીર શેર કરી છે. તેણે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે પરી લાગી રહી છે. સુહાના ખાને ક્રિસમસ ગિફ્ટની ઝલક ફેંસ સાથે શેર કરી છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. વ્હાઇટ કલરના ઑફ શોલ્ડરમાં તે ખૂબ સુરત લાગી રહી છે. આ તસવીરોમાં તેની સામે એક રેડ કલરનું બોક્સ જોવા મળી રહ્યું છે.

સુહાનાનું કાતિલ સ્માઇલ લોકોનું દિલ જીતી રહ્યું છે. તેણે ફોટો શેર કરીને લખ્યું- આ ક્રિસમસ પર મારી સ્પેશિયલ ડિલિવરી.

સુહાનાની તસવીર પર ફેંસ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું – સુહાના ખાન તમને પણ મેરી ક્રિસમસ.

માહીપ કપૂરે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. તેના ફોટા પર હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. ફેંસ અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુહાના ખાન ટૂંક સમયમાં તેના પિતા શાહરૂખ ખાન સાથે કિંગમાં નજરે પડશે. કિંગ એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

સંબંધિત લેખો

Back to top button