આર્યન ખાન બાદ હવે સુહાના ખાન પણ ફસાઈ મુશ્કેલીમાં, હવે શું કરશે શાહરુખ ખાન?

બોલીવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન બાદ હવે દીકરી સુહાના ખાનની મુશ્કેલીઓની વધી રહી છે. મળતી માહિતી મુજબ અલિબાગ ખાતે ખરીદેલી પ્રોપર્ટીને કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
સરકાર દ્વારા ખેતી માટે આપવામાં આવેલી જમીનને જિલ્લા અધિકારીની પરવાનગી વિના જ સુહાના ખાનાને વેચી દેવામાં આવી છે. હવે આ બાબતે તપાસ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગના થાલ ગામમાં જમીન ખરીદી છે. એવી ચર્ચા થઈ રહી છે કે 12.91 કરોડ રૂપિયામાં આ જમીન ખરીદી હતી.

હવે આ ગામમાંથી જ એવી માહિતી સામે આવી રહી છે કે સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે જમીન આપવામાં આવી હતી. સુહાના ખાને આ જમીન વિના પરવાનગી ખરીદી છે, જેને કારણે આ આખો વિવાદ ઊભો થયો છે.
સુહાના ખાનની આ ડીલ હાલમાં જ ખૂબ જ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાન અનુસાર સુહાના ખાને ત્રણ બહેનો પાસેથી જમીન ખરીદી છે જેમના નામ છે.
અંજલિ, પ્રિયા અને રેખા. એવું કહેવાઈ રહ્યું છે કે આ ત્રણેય બહેનોને જમીન તેમના માતા-પિતા પાસેથી વારસામાં મળી હતી. સુહાનાએ આ જમીન ખરીદીને 77.46 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ફરી છે.
સુહાનાએ જે જમીન ખરીદી છે એ જમીન સરકાર દ્વારા ખેડૂતોને ખેતી કરવા માટે આપવામાં આવી હતી અને સુહાનાએ વિના પરવાનરી જ આ જમીનની ડીલ ફાઈનલ કરી હતી. આ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે. અલીબાગના તહેસીલદાર પાસેથી એક નિષ્પક્ષ રિપોર્ટ પણ માગવામાં આવી છે.
રેઝિડેન્ડ ડેપ્યુટી કલેક્ટરે આ બાબતે આદેશ આપ્યો છે અને સુહાના ખાને જે કરોડોની ડીલ ફાઈનલ કરી છે એનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં સામે આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
જમીન ખરીદતી વખતે જે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એમાં સુહાના ખાનને ખેડૂત દેખાડવામાં આવી છે અને જેના નામે પ્રોપર્ટી રજિસ્ટર છે તેનું નામ છે દેજા વુ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ. આ કંપનીના ડિરેક્ટર તરીકે બીજું કોઈ નહીં પણ ગૌરી ખાનની માતા અને ભાભી છે.
એક્ટ્રેસે એક વર્ષની અંદર બીજી વખત અલીબાગના બીચ ફ્રન્ટ પર 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ કિંગથી દીકરી સુહાના ખાન પણ થિયેટ્રિકલ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં પહેલી વખત શાહરૂખ ખાન અને સુહાના ખાન પહેલી વખત સાથે જોવા મળશે.
આ પણ વાંચો…સુહાના ખાન ‘બોસી’ લૂકમાં જોવા મળી, વાઈરલ તસવીરો પણ જોઈ લો!