મનોરંજન

Viral Post: Suhana Khanએ કેમ આમળ્યા Agastya Nandaના કાન?

છેલ્લાં કેટલાય સમયથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન (Suhana Khan)નું નામ અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા (Agastya Nanda) સાથે જોડાય છે. બંને જણ અનેક વખત સાથે જોવા પણ મળતા હોય છે. હાલમાં જ બંને જણ કોલ મી બેની સ્ક્રિનિંગ પર પણ સાથે જોવા મળ્યા હતા અને આ સમયે અગત્સ્ય સુહાનાને ભીડથી બચાવતો પણ જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.

હવે આ બધા વચ્ચે બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને ટૂંક સમયમાં જ સુહાના બચ્ચન પરિવારની વહુ બનશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. આવો જોઈએ શું છે ખાસ નવા ફોટોમાં.
સોશિયલ મીડિયા પર અગત્સ્ય નંદા અને સુહાના ખાનના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો અગત્સ્યના જન્મદિવસે એટલે કે આજે જ સુહાનાએ શેર કર્યો છે. ફોટોમાં બંને જણ સાથે ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે. સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં સુહાના અગત્સ્યનો કાન ખેંચતી જોવા મળે છે. આ ફોટોની સાથે સુહાનાએ અગસ્ત્યને બર્થડે વિશ પણ કર્યું છે. સુહાના આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સુહાનાએ શેર કરેલો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુહાના અને અગત્સ્યએ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડી હતી અને એ વખતથી જ તેમની અફેયરની ચર્ચા ચાલી રહી છે. બંને જણ થોડાક સમય પહેલાં જ સુહાના અને અગત્સ્ય બંને લંડનના એક નાઈટ ક્લબમાં સાથે જોવા મળ્યા હતા ત્યારથી જ તેમના અફેયરની ચર્ચાએ એકદમ જોર પકડ્યું છે. જોકે, અગત્સ્ય કે સુહાનાએ આ વિશે કંઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો : Salman Khan-Shahrukh Khanએ જ્યાં વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું છે, જાણી લો એક ક્લિક પર…

હવે સુહાનાએ અગત્સ્યના બર્થડે પર સ્ટોરી શેર કરતાં જ યુઝર્સ જાત જાતની વાતો કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં સુહાના ખાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સુહાનાના ડાન્સ મૂવ્ઝ જોઈને તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button