મનોરંજન

લંડનમાં આ કોની સાથે જોવા મળી સુહાના ખાન? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની લાડકવાયી સુહાના ખાન અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં સુહાના જેની સાથે જોવા મળી છે એ જાણીને તમે ચોંકી ઉઠશો. ચાલો વાતમાં વધારે મોણ નાખ્યા વિના તમને જણાવીએ દઈએ કે આખરે વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સુહાના કોની સાથે જોવા મળી રહી છે?

વાઈરલ થઈ રહેલો આ વીડિયો લંડનનો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે હાલમાં શાહરુખની લાડલી સુહાના લંડનમાં પોતાના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરી રહી છે. આ વીડિયોમાં બંને જણ એક ખૂણામાં મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે અને વાતો કરતાં પણ જોવા મળી રહ્યા છે.

અહીંયા તમારી જાણ માટે કે પહેલાંથી જ ઈન્ડસ્ટ્રીમાં બંનેના અફેયરની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને આવી પરિસ્થિતિમાં બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં આ ચર્ચાોને ટેકો મળ્યો છે. સુહાનાએ આ પાર્ટીમાં લાઈટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો અને અગસ્ત્ય બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Well Done Guys: ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ લઈને આવે તેલી બોલીવૂડની પણ શુભેચ્છા

એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો આ પાર્ટીમાં કાજોલ અને અજય દેવગણની લાડકવાયી ન્યાસા દેવગણ પણ જોવા મળી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ સ્ટાર કિડ્સ વેદાંત મહાજનની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, સુહાના કે અગસ્ત્ય બંનેમાંથી કોઈએ પણ આ પાર્ટીને લઈને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો