મનોરંજન

શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે કેટલો કર્યો બિઝનેસ, જાણો અપડેટ

તહેવારોમાં ફિલ્મો સારી કમાણી કરતી હોય છે, પરંતુ ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ હોવાને કારણે થિયેટરોમાં દર્શકોની હાજરી પર અસર પડી છે, છતાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સિક્વલ ફિલ્મ સ્ત્રી-ટુને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ તેના બીજા અઠવાડિયામાં પણ સારો બિઝનેસ કરી રહી છે. ગઈકાલે સોમવાર હોવા છતાં અને બધા રાજ્યોમાં જન્માષ્ટમીની રજા ન હોવા છતાં રૂ. 17 કરોડની ડોમેસ્ટિક કમાણી કરી છે. ફિલ્મની રીલિઝના 12માં દિવસે આટલી કમાણી ઘણી સારી કહી શકાય.

આ સાથે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ સાડા ચારસો કરોડ છાપી ચૂકી છે. 2018ની સિક્વલ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનરજી પણ છે. આ હૉરર કૉમેડી ફિલ્મે બોલીવૂડને ફરી જીવતું કર્યું છે. છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ એક સારી ફિલ્મની રાહ જોઈ રહ્યું હતું.

માત્ર મેટ્રો સિટી નહીં પણ ટાયર-2 અને ટાયર-3 સિટીમાં પણ થિયેટરો બહાર લાઈન લાગી છે. 15મી ઑગસ્ટના દિવસે રિલીઝ થયેલી ફિલ્મએ બીજા વીક એન્ડમાં રૂ. 90 કરોડ કરતા વધારે કમાણી કરી હતી અને વીક ડેયઝમાં પણ દર્શકોને ખેંચવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : સ્ત્રી-ટુ સાથે રિલિઝ થયેલી આ એક ડઝન ફિલ્મના શું હાલ છે જાણો?

સ્ત્રી-ટુ સાથે અન્ય 12 ફિલ્મ રિલીઝ થઈ હતી, પરંતુ એકાદ વીકમાં મોટા ભાગની હિન્દી ફિલ્મોનું કલેક્શન ઓછું થઈ ગયું હતું. જ્હોનની વેદા અને અક્ષય કુમારની ખેલ ખેલ મેં બીજા વીકમાં નબળી પડી ગઈ હતી. આ સાથે ગયા શુક્રવારે આવેલી ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે પણ વરસાદનું વિધ્ન સહન કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button