બમ્પર ઓપનિંગ મેળવી Stree 2એ બનાવ્યો નવો રેકોર્ડ, કલ્કીને 2898 એડીને પણ આપી માત
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-2 એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકોને સ્ત્રીનો આતંક એટલો પસંદ આવી રહ્યો છે કે કમાણીના મામલે સ્ત્રી-2 ફિલ્મ છેલ્લા બે વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 54.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે 15 મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે આ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
અહેવાલ મુજબ શ્રદ્ધા કપૂર રાજકુમાર રાવ, અપાર શક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠીના અભિનય વાળી ફિલ્મ સ્ત્રી-2એ બુધવારે સ્પેશિયલ ઓપનિંગ પ્રીમિયરમાં આઠ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી 15 ઓગસ્ટે ફિલ્મે 46 કરોડ રૂપિયાની કમાણી ખરીદ આ રીતે સ્ત્રીએ 54.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
નિર્દેશક અમર કૌશિકની આ ફિલ્મ એક હોરર કોમેડી છે અને તે 2018 માં આવેલી ફિલ્મ સ્ત્રીની સિક્વલ છે. આ ફિલ્મની વાર્તા પણ ચંદેરી ગામથી શરૂ થાય છે. ફિલ્મમાં દરેક વ્યક્તિ સ્ત્રીની રાહ જોઈ રહી છે. તે ચંદેરીની મહિલાઓને સિરકટેના આતંકથી બચાવશે. આ ફિલ્મમાં દર્શકો માટે કેટલુંક સરપ્રાઈઝ પણ છે. આ ફિલ્મમાં તમને વરૂણ ધવનનો કેમિયો પણ જોવા મળશે.
આ ફિલ્મની સાથે જ અક્ષય કુમાર અને તાપસી પન્નુની ખેલ ખેલ મેં અને જોન અબ્રાહમની વેદા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બે ફિલ્મો સાથે રિલીઝ થયેલી સ્ત્રી-2ની કમાણી જોતા એ વાત સ્પષ્ટ છે કે દર્શકો હોરર કોમેડી જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ફિલ્મના રિવ્યુ વિશે વાત કરીએ તો આ ફિલ્મ તમને હસાવવાની સાથે સાથે ડરાવી પણ દેશે. તમને ફિલ્મના કલાકારોના સંવાદો તથા અને અભિનય બધું જ પસંદ આવશે. જોકે, ફિલ્મમાં વચ્ચે વચ્ચે ક્યાંક દ્વિઅર્થી સંવાદો પણ છે.
Also Read –