NO Entry-2 માં સલમાન અને અનિલ નહીં, પણ આ સ્ટાર્સ કરશે ડબલરોલમાં ડબલ ધમાકા
મુંબઈ: બોની કપૂર નો એન્ટ્રીની સિક્વલ (No Entry Sequel) બનાવવા માટે તૈયાર છે. 20 વર્ષ પછી, સૌથી વધુ રાહ જોવાતી સિક્વલ આખરે એન્ટ્રી કરશે. પ્રોડ્યુસર બોની કપૂરે (Boney Kapoor) પુષ્ટિ કરી છે કે તેની 2005ની હિટ મલ્ટી-સ્ટારર કોમેડી નો એન્ટ્રીની સિક્વલમાં ત્રણ સ્ટાર હશે, પરંતુ સલમાન ખાન, વરુણ ધવન કે ફરદીન ખાન નહીં પરંતુ અભિનેતા વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂર હશે (Varun Dhawan, Arjun Kapoor, Diljit Dosanjh).
નો એન્ટ્રીમાં બિપાશા બાસુ, એશા દેઓલ, લારા દત્તા અને સેલિના જેટલી સાથે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી હતી.
આ પણ વાંચો: બોક્સ ઓફિસ ‘Shaitaan’ના સકંજામાં, ત્રીજા સપ્તાહમાં પણ કમાણી કરી રહી છે
લાંબા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે નિર્માતા બોની કપૂર સલમાન અને અનિલ સાથે તેમની ભૂમિકાઓ ફરીથી રજૂ કરીને સિક્વલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક પ્રસંગોએ, બઝમી અને બોની કપૂરે પણ શેર કર્યું હતું કે તેઓ સ્ક્રિપ્ટ સાથે તૈયાર છે અને સ્ટાર્સ તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહ્યા છે.
પરંતુ એક જાણીતી મીડિયા સંસ્થા સાથેની મુલાકાતમાં, બોની કપૂરે પુષ્ટિ કરી છે કે નો એન્ટ્રી 2 આખરે નવી કાસ્ટ સાથે બનાવવામાં આવી રહી છે. બોનીએ કહ્યું, “ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને અમે તેના માટે તૈયાર છીએ. આ બહુ મોટું છે અને અમે કદાચ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેને લોન્ચ કરીશું. અમારી પાસે વરુણ, અર્જુન અને દિલજીત છે. ઘણી બધી અભિનેત્રીઓ પણ હશે.”
આ પણ વાંચો: લગ્નના અહેવાલો વચ્ચે હવે તાપસીની નવી તસવીરો વાઈરલ
નો એન્ટ્રી 2025 માં 20 વર્ષ પૂર્ણ કરશે, અને તે પછી જ સિક્વલ રિલીઝ કરવાની યોજના છે. રિપોર્ટ્સ અનુસાર, સિક્વલમાં વરુણ, દિલજીત અને અર્જુન ડબલ રોલમાં હશે.