સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને જ્યારે સિક્યોરિટી ઓફિસરે રોકીને પૂછ્યું…
![Stand up comedian Veer Das was stopped by a security officer and asked…](/wp-content/uploads/2023/11/Mumbai-Samachar-by-Dhiraj-2023-11-27T214717.618.jpg)
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ હાલમાં સાતમા આસમાનમાં સવાર છે, કારણ કે તેને બહુ પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એમી એવોર્ડ લઈને ઈન્ડિયા પાછી ફરી રહેલાં વીર દાસ સાથે કંઈક એવું થયું કે જે તે કદાચ જીવનભર નહીં ભૂલી શકે. વીર દાસે ખુદ સોશિયલ મીડિયા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
વીર દાસે એમી એવોર્ડની ટ્રોફી સાથે પોઝ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. વાત આટલેથી નહીં અટકી. વીર દાસે ખુદ સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર બનેલી આ ઘટનાનો ખુલાસો કરતાં લખ્યું હતું કે જ્યારે હું ટ્રોફી લઈને પાછા ફર્યો હતો ત્યારે મને એરપોર્ટ પર સિક્યોરિટી ઓફિસરે અટકાવ્યો હતો અને એનું કારણ હતું મને એમી એવોર્ડમાં મળેલી ટ્રોફી…
તમે પણ જુઓ મારા અને સિક્યોરિટી ઓફિસર વચ્ચે થયેલો મજેદાર સંવાદ-
અધિકારી- બેગમાં મૂર્તિ છે કે?
હુંઃ નહીં સર એમાં એવોર્ડ છે.
અધિકારીઃ એમાં એક શાર્પ પોઈન્ટ છે?
હુંઃ સર શાર્પ નહીં પણ એમાં પંખ છે.
અધિકારીઃ અચ્છા દેખાતો તો જરા… પછી એમણે કહ્યું કે અભિનંદન શું કરો છો?
હુંઃ કોમેડિયન છું સર… જોક સંભળાવું છું.
અધિકારીઃ જોક સંભળાવવામાં માટે પણ પુરસ્કાર મળે છે કે?
હુંઃ સર મને પણ થોડું અટપટું લાગ્યું હતું…
અત્રે ઉલ્લેખનીય છે કે એવોર્ડ જિત્યા બાદ વીર દાસે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ મારી ટીમ અને નેટફ્લિક્સ માટે છે, જેમના વિના આ બિલકુલ જ સંભવ નહોતું. મારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ એવોર્ડ માત્ર ખાલી મારી કામને મળેલું વેલિડેશન નથી, પણ ભારતની અનેક કહાનીઓ અને અવાજોનું જશ્ન છે. આ ભારતીય કોમેડીની સાથે સાથે કલાકારો માટે પણ છે…