મનોરંજન

’28માં માળે હતા અને ધરતી ધણધણી…’ SS રાજામૌલિ અને તેના દીકરાએ જાપાનમાં અનુભવ્યો ભૂકંપ, જાણો શું કહ્યું?

ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી (Filmmaker SS Rajamouli) અને તેમના પુત્ર SS કાર્તિકેય જાપાનના ભૂકંપમાંથી (earthquake in Japan) બચી ગયા હતા. જાપાનમાં ગુરુવારે 21 માર્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. એસએસ કાર્તિકેયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની સ્માર્ટવોચમાં ભૂકંપનું એલર્ટ બતાવ્યું હતું અને થોડી જ વારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાજામૌલીના પુત્રએ જણાવ્યું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે અને RRRની આખી ટીમ બિલ્ડિંગના 28મા માળે હતી.

SS કાર્તિકેયે X પર તસવીર શેર કરી અને લખ્યું, ‘જાપાનમાં ખતરનાક ભૂકંપનો આંચકો અનુભવાયો. અમે 28મા માળે હતા. જમીન ધીમે ધીમે ધ્રૂજવા લાગી. અમને એ સમજવામાં થોડી વાર લાગી કે તે ભૂકંપ હતો. હું ડરથી ચીસો પાડવા જતો હતો, પરંતુ અમારી આસપાસના તમામ જાપાની લોકોએ તેની પરવા કરી ન હતી. તેઓને કોઈ જ ફર્ક ન પડ્યો. તે એવી રીતે રીએક્ટ કરી રહ્યા હતા જાણે વરસાદ આવવાનો હોય.’

જાપાનની હવામાન એજન્સીએ ગુરુવારે માહિતી આપી હતી કે જાપાનના પૂર્વીય ક્ષેત્ર ઇબારાકીમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે જાણીતું છે કે જાપાન લાંબા સમયથી લગભગ સતત ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યું છે. નવા વર્ષના અવસર પર એટલે કે 1 જાન્યુઆરીએ જાપાનમાં 21 ભૂકંપ અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 7.6 હોવાનું કહેવાય છે.

https://twitter.com/ssk1122/status/1770613017081999768?s=20

SS રાજામૌલીની વાત કરીએ તો તેઓ છેલ્લા કેટલાક દિવસોથી જાપાનમાં છે. તે ફિલ્મની ટીમ અને પરિવાર સાથે RRRની સ્ક્રીનિંગમાં ભાગ લેવા માટે ત્યાં ગયા હતા. રાજામૌલીની આ ફિલ્મ જાપાનમાં છેલ્લા 513 દિવસથી સતત ચાલી રહી છે અને ત્યાંના લોકોમાં તેનો ઘણો ક્રેઝ છે. જ્યારે એસએસ રાજામૌલી ત્યાં RRRના સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા, ત્યારે લોકોની ભારે ભીડએ તેમને ઘેરી લીધા હતા અને ખૂબ સીટીઓ વગાડી હતી. રાજામૌલી બધાને મળ્યા. તેમના એક ચાહકે તેમને ગુડ લક માટે એક હજાર ઓરિગામિ ક્રેન્સ ભેટમાં આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button