મનોરંજન

પત્ની સાથે નહીં કોઈ બીજા સાથે એસઆરકેનું ખાસ કનેક્શન અને એ પણ 11 વર્ષથી…

આજે કિંગખાન એટલે કે શાહરૂખ ખાન પોતાનો 58મો જન્મદિવસ ઊજવી રહ્યો છે અને આજના આ સ્પેશિયલ દિવસે જ અમે તમને એસઆરકેના જીવનના એક ખાસ રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છે. શાહરૂખ ખાનના જીવનમાં પત્ની ગૌરી સિવાય બીજી કોઈ મહિલા છે કે જેની સાથે તે એક સ્પેશિયલ કનેક્શન ધરાવે છે અને જોવાની વાત તો એ છે કે 11-11 વર્ષથી આ સ્પેશિયલ કનેક્શન બંને જણ શેર કરી રહ્યા છે, જેની પત્ની ગૌરી ખાનને જાણ પણ છે.

જી હા શાહરૂખના જીવનમાં ખાસ કનેક્શન ધરાવતી સેલિબ્રિટીનું નામ છે પૂજા દદલાની અને પૂજા અને શાહરૂખ વચ્ચેના ખાસ કનેક્શનની વાત કરીએ તો તે એ છે બંનેનનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. પૂજા અને શાહરૂખ 11 વર્ષથી સાથે છે અને તે એની મેનેજર છે. પૂજા શાહરૂખની ફિલ્મોથી લઈને પ્રોડક્શન કંપનીનું ધ્યાન પણ રાખે છે.

2012માં પૂજા અને શાહરૂખ ખાને સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીંયા તમારી જાણ માટે કે શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અને તેના લાખો ફોલોવર્સ છે, પણ શાહરૂખ ખાન માત્ર છ જ જણને ફોલો કરે છે અને આ છ જણમાંથી એક છ પૂજા.

આજે કિંગખાન પોતાનો 58મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે તો પૂજા તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. પૂજા અને શાહરૂખ ખાન પ્રોફેશનલી ખૂબ જ સારો બોન્ડ તો ધરાવે જ છે પણ એની સાથે સાથે જ ખાન ફેમિલી સાથે પણ સારું એવું કનેક્શન ધરાવે છે અને તે પરિવારનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. આ જ કારણ છે કે શાહરૂખની લીગલ મેટર્સમાં પણ પૂજા હંમેશા તેની સાથે ઊભેલી જોવા મળે છે.

પૂજાની વાત કરીએ તો પૂજા મેરિડ છે અને તેના પતિનું નામ હિતેશ ગુર્નાની છે, જે એક બિઝનેસમેન છે. બંનેને એક દીકરી પણ છે જેનું નામ છે રેના.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button