32 વર્ષ બાદ શાહરૂખ અને મળ્યો ડ્રીમગર્લને અને કહ્યું કે તમારા હાથમાં જાદુ છે

32 વર્ષ બાદ શાહરૂખ અને મળ્યો ડ્રીમગર્લને અને કહ્યું કે તમારા હાથમાં જાદુ છે

બોલીવૂડનો બાદશાહ શાહરૂખ ખાન સારો અભિનેતા હોવાની સાથે સાથે સારો એન્કર પણ છે. તે ઘણો હાજરજવાબી પણ છે અને ફન ક્રિએટ કરવું તેને સારી રીતે આવડે છે. દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડ ફંકશનમાં પણ તેણે કરેલી રમૂજો સોશિયલ મીડિયા પર સૌથી વધારે જોવાઈ છે. ત્યારે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એસઆરકે અને ડ્રીમગર્લ હેમામાલિની છે. હેમા 75 વર્ષની ઉંમરે પણ એટલી જ જાજરમાન લાગે છે. લાઈટ લવન્ડર કલરની સાડીમાં તે ખૂબ શોભે છે. હેમા માલિની મથૂરાની ત્રીજી વાર સાસંદ બની છે.

ઘણાને લગભગ નહીં ખબર હોય કે શાહરૂખ ખાનને પહેલો બ્રેક હેમા માલિનીએ તેની ફિલ્મ દિલ આશના હૈમાં આપ્યો હતો, પરંતુ પહેલા રિલિઝ દિવાના ફિલ્મ થઈ હતી. ત્યારબાદ લગભગ 32 વર્ષ બાદ બન્ને એક સેટ પર એક સાથે દેખાયા હતા.

હેમાએ એસઆરકેના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે મથૂરામાં યંગ છોકરાઓ મને કહે છે કે તમે શાહરૂખ ખાનને હીરો બનાવ્યો તો અમને પણ બનાવો. ત્યારે હું તેમમે કહુ છું કે એસઆરકેને અમે માત્ર તક આપી હતી, પરંતુ તે તેની મહેનત અને પ્રતીભાથી આગળ વધ્યો છે. તેણે એસઆરકેને કહ્યું કે તેમણે મથૂરા આવીને ત્યાંના યુવાનોને મળવું પડશે. ત્યારે શાહરૂખ ખાને પણ પોતાની અદામાં કહ્યું કે નહીં હું તો એમ જ કહીશ કે તમારા હાથમાં જાદુ છે અને તમારા લીધે હું અહીં પહોંચ્યો છું. હેમા માલિની તેની પાસેથી મથૂરા આવવાનું પ્રોમિસ માગી રહ્યા છે.

Back to top button