મનોરંજન

મેગેઝીન કવર પર શ્રીદેવીની સાથેની વ્યક્તિને તમે ઓળખી? ચાહકો તેની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવી ઘણી મોડેલ્સ છે જેની સુંદરતા પર તમે આફરીન પોકારી ઉઠશો, પરંતુ આજે અમે તમને એક એવી મોડલની તસવીર બતાવી રહ્યા છીએ જેને જોઈને તમે દંગ થઈ જશો. હાલમાં એક મેગેઝીનના કવર પર છપાયેલી એક મોડલની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોડલ ખૂબ જ હોટ લાગી રહી છે. મોડેલ પોતાની સ્ટાઇલને ફ્લોન્ટ કરી રહી છે, પરંતુ સચ્ચાઇ કંઇક જુદી જ છે. આ સુંદર દેખાતી મોડેલ ખરેખર કોઈ પુરુષ છે. તસવીરમાં દેખાતી મોડલ અન્ય કોઈ નહીં પરંતુ બોલીવુડના અભિનેતા અનુપમ ખેરની છે.

તાજેતરમાં એપ્રિલ ફૂલના અવસરે અનુપમ ખેરે આ તસ્વીરને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને એની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, જાણો છો? આ કોણ છે? અનુપમ ખેરની આ તસ્વીર 1991ના વર્ષની છે જ્યારે એક ફિલ્મી મેગેઝીને તેના કવર પેજ પર આ ફોટાને પ્રકાશિત કર્યો હતો અને સાથે લખ્યું હતું કે હું શ્રીદેવીની અજાણી બહેન પ્રભાદેવી છું. મેગેઝીનના કવરપેજ પર શ્રીદેવી જેવી લાગતી યુવતીનો ફોટો છપાયો હતો. પહેલી એપ્રિલ જ્યારે આ મેગેઝીન બજારમાં આવ્યું, ત્યારે બૉલીવુડમાં તેમજ શ્રીદેવીના ચાહકોમાં હલચલ મચી ગઈ હતી. બધા એ વિચારવા લાગ્યા હતા કે શ્રીદેવીની આ બહેન કોણ છે જેને તેમણે ક્યારેય જોઇ જ નથી. આ તસવીર જોઈને એ સમયે તો લોકોને વિશ્વાસ થઈ ગયો હતો કે તસવીરમાં દેખાતી મહિલા ખરેખર શ્રીદેવીની બહેન પ્રભાદેવી છે, કારણકે બંનેના ચહેરા બહુ જ મળતા આવતા હતા પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે બધા ખાસિયાણા પડી ગયા હતા અને હસવા લાગ્યા હતા.


હકીકતમાં અનુપમ ખેરે આ મેગેઝીન સાથે મળીને એક એપ્રિલના રોજ લોકોને એપ્રિલ ફૂલ બનાવવા માટે આવી મજાક કરી હતી. પહેલા તો લોકો માની જ નહોતા શક્યા કે ફોટોમાં દેખાઈ રહેલી મોડેલ અનુપમ ખેર છે, કારણ કે ફોટોમાં અનુપમનો મેકઅપ ખરેખર અદભુત હતો અને મોડલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કોઇ એ વાત માની જ ના શકે કે આ અનુપમ ખેર છે. આ તસવીર જોયા બાદ દરેક વ્યક્તિ આ મોડેલના ચાહક બની ગયા હતા અને એ સમયે તો આ સુંદર મોડલની વધુ તસવીરો જોવા માટે પણ લોકો આતુર થઈ ગયા હતા. પણ જ્યારે લોકોને ખબર પડી કે તસવીરમાં દેખાતી સુંદર મોડલ અનુપમ ખેર છે, તો બધાનું દિલ તૂટી ગયું હતું.


નોંધનીય છે કે અનુપમ ખેર ન આવો અદભુત મેકઅપ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ મિકી કોન્ટ્રાક્ટર હતા જેમણે બિલકુલ શ્રીદેવી જેવો જ તેમનો મેકઅપ કર્યો હતો. આ તસ્વીર ગૌતમ રાજાધ્યાક્ષે લીધી હતી. હવે લગભગ 34 વર્ષ બાદ અનુપમ ખેરે તે જૂના દિવસોની યાદ તાજી કરી છે. તમે પણ માણો આ તસવીર અને અમને જણાવો કે 34 વર્ષ પહેલાનો અનુપમ ખેરનો એપ્રિલ ફૂલનો પ્રેન્ક કેવો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button