ટીવી અભિનેત્રી શ્રીજીતા ડેએ કર્યા ફરી લગ્ન, તસવીરો વાઈરલ

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શ્રીજીતા ડેએ ફરી એકવાર તેના પતિ માઈકલ બ્લોહમની દુલ્હન બની ગઈ છે. વાસ્તવમાં અગાઉ ક્રિશ્ચિયન પરંપરા અનુસાર લગ્ન કર્યા પછી કપલના ગોવામાં બંગાળી રીતિ-રિવાજ મુજબ ભવ્ય લગ્ન કર્યાં હતા. હવે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના શાહી લગ્નની તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
શ્રીજીતા ડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે અને માઈકલ પરંપરાગત બંગાળી પોશાકમાં જોવા મળે છે. શ્રીજીતા અને માઈકલની આ તસવીરો ગોવાની છે. જ્યાં બંનેએ ૧૪મી નવેમ્બરે બંગાળી રીતિ-રિવાજ મુજબ બીજીવાર લગ્ન કર્યા હતા. માઈકલ બ્લોહમે લગ્ન સ્થળ પર બાઇક પર સ્વેગ સાથે એન્ટ્રી કરી હતી. આ દરમિયાન વરરાજા સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો.


આ લગ્નમાં શ્રીજીતા ડે પણ બંગાળી લૂકમાં જોવા મળી હતી, તેણે લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. તે મંડપમાં ડાન્સ કરતી જોવા મળી હતી. બંનેના લગ્ન દરિયા કિનારે થયા હતા. જ્યાં કપલે એકબીજાનો હાથ પકડીને અગ્નિની સાક્ષીએ સાતફેરા લીધા હતા.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાના ખેલાડીને પરણશે બોલીવૂડની આ બ્યુટીફૂલ બેબ?
સાતફેરા ફર્યા પછી માઇકલે શ્રીજીતા ડેની માંગ સિંદૂરથી ભરી હતી. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. લગ્ન સંપન્ન થયા બાદ કપલ એકમેક રોમાન્ટિક જોવા મળ્યું હતું. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું કે ‘જિંદગીભરનો સાથ..’