અનંત-રાધિકાને આશીર્વાદ આપવા આધ્યાત્મિક ગુરુઓનો પણ જમાવડો, બાબા રામદેવનો અલગ અંદાજ
12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી, અંબાણી પરિવારે 13 જુલાઈના રોજ Jio કન્વેન્શન સેન્ટરમાં ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. સમારંભમાં દેશના વિવિધ ભાગોમાંથી ઘણા આધ્યાત્મિક નેતાઓ અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટરની છત નીચે ઘણા આધ્યાત્મિક નેતાઓ અને ગુરુઓ એકઠા થયા હતા. તુલસી પીઠના સ્થાપક પ્રમુખ જગદગુરુ રામભદ્રાચાર્ય, દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિરમથના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય આધ્યાત્મિક નેતાઓએ અંબાણીના આ આશિર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો. શુભ આશીર્વાદમાં, નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી આશીર્વાદ લીધા હતા, જેમણે સમારોહમાં હાજરી આપી હતી. તે જ સમયે, કાર્યક્રમમાં હાજર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યા, જેઓ તેમના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ સમયે બાબા રામદેવ સાથે અભિનેતાની ફની વાતચીત જોવા મળી હતી.
આ ફંક્શનમાં બાબા રામદેવ પણ મુડમાં આવી ગયા હતા અને અનંત અંબાણી સાથે યોગ નહીં પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં બાબા રામદેવ પણ તેમના પરંપરાગત નારંગી ઝભ્ભામાં સજ્જ થઇને આવ્યા હતા અને લગ્નમાં અન્ય બારાતીઓ વચ્ચે અનંત અંબાણી સાથે જોડાયા હતા.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનંતના પાલતુ શ્વાન હેપ્પીએ પણ હાજરી આપી હતી. કસ્ટમ-મેડ શેરવાનીમાં સજ્જ હેપ્પીએ શો ચોરી લીધો. એક વાયરલ વીડિયોમાં સમારંભમાં ગોલ્ડન રિટ્રીવરનો મોહક દેખાવ જોવા મળ્યો હતો. 2023 માં, હેપ્પીએ અનંત અને રાધિકાની સગાઈ સમારોહમાં રિંગ બેરર તરીકે સેવા આપી હતી.
Also Read –