મનોરંજન

હેં! Nita Ambaniનો 500 કરોડનો નેકલેસ પહેરવા તમારે ખર્ચવા પડશે માત્ર 200 રૂપિયા?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશ (Anant Ambani-Radhika Merchant Pre Wedding Bash)માં નીતા અંબાણીએ રૂપિયા 500 કરોડનો નેકલેસ (Nita Ambani Wear 500 Crore Rupees Neckless) પહેરીને લાઈમલાઈટ તો ચોરી જ લીધી પણ એની સાથે સાથે જ આ નેકલેસ ટોક ઓફ ધ ટાઉન પણ બની ગયો હતો. પરંતુ જો કોઈ તમને કહે કે નીતા અંબાણીના 500 કરોડ રૂપિયાના આ નેકલેસને તમે 200 રૂપિયામાં પણ ખરીદી શકો છો તો માનવામાં આવે ખરું? નહીં ને? પણ આ હકીકત છે ચાલો તમને જણાવીએ શું છે આખી સ્કીમ…

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાજસ્થાનના જયપુરમાં એક દુકાનદાર નીતા અંબાણી પહેરેલાં મોંઘા અને કિંમતી નેકલેસની સેમ રેપ્લિકા વેચી રહ્યો છે. આ નેકલેસ જયપુરના વિજય વાસવાની સન્સ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડે બનાવ્યો છે અને તેની કિંમત 178 રૂપિયા જેટલી છે.



બિઝનેસમેન હર્ષ ગોએન્કા (Buisnessman Harsh Goenka)એ પોતાના એક્સ હેન્ડલ @hvgoenka પરથી આ વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતા અંબાણી જેવો નેકલેસ આવી ગયો છે અને તે દરેક રંગમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં પણ આ નેકલેસ માત્ર હોલસેલમાં જ ઉપલબ્ધ છે. નેકલેસના બોક્સ પર નીતા અંબાણીનો જ આવો સેમ નેકલેસ પહેરેલો ફોટો પણ લગાવવામાં આવ્યો છે.

વેપારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આને એક બેસ્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કહી શકાય એમ છે. આ વીડિયો શેર કરીને હર્ષ ગોએન્કા (Buisnessman Harsh Goenka)એ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે શું બોલું હવે હું? આ સાથે જ હેશટેગનો ઉપયોગ કરતાં તેમણે માર્કેટિંગ લખ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

https://twitter.com/hvgoenka/status/1795454950740250909

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button