Special Opps-2 ની સીધી સાદી ડો. હરમિંદર ગિલ રિયલ લાઈફમાં છે ગ્લેમરસ…

આજકાલ જમાનો ઓટીટી પ્લેટફોર્મનો છે અને ઓટીટી પ્લેટફોર્મ પર એકથી ચઢિયાતી એક ધાસ્સુ વેબ સિરીઝ રિલીઝ થતી હોય છે. આવી જ એક વેબ સિરીઝ હાલમાં રિલીઝ થઈ હતી જેનું નામ છે સ્પેશિયલ ઓપ્સ સિઝન ટુ. દર્શકો આ સિઝનને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સિરીઝની સ્ટોરી, નિર્દેશન અને એક્ટર્સની એક્ટિંગના લોકો ભરભરીની વખાણ કરી રહ્યા છે. કે કે મેનન એક વખત ફરી રો એજન્ટ હિંમત સિંહના રોલમાં છવાઈ ગયા હતા, પરંતુ આ સિવાય એક વધુ ચહેરાએ લોકોનું ધ્યાન પોતાનું તરફ ખેંચ્યું છે અને એ છે ડો. હરમિંદર ગિલનો રોલ નિભાવનાર એક્ટ્રેસ કામાક્ષી ભટ્ટ છે.
કામાક્ષી ભટ્ટ ઈન્ડસ્ટ્રીની એક ઉગતો સિતારો છે, જે મૂળ મુંબઈની છે. સ્પેશિયલ ઓપ્સ ટુમાં ડો. હરમિંદર ગિલના રૂપમાં દર્શકોના દિલો પર છવાઈ ગઈ હતી. સ્ક્રીન પર તેમની હાજરી અને ઈમોશન બેલેન્સે તેમના કેરેક્ટરને એક ડેપ્થ આપી છે. દર્શકો અને ક્રિટિક્સ કામાક્ષીના અભિનયથી પ્રભાવિક થઈ ગયા છે.
સ્પેશિયલ ઓપ્સ પહેલાં કામાક્ષી તનિષ્કની એક એડમાં જોવા મળી હતી અને આ સિવાય તેમની ફિલ્મ એક્સ.ઓ.એ ઈન્ટરનેશન લેવલ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ ફિલ્મ માટે તેને કોરિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.
કામાક્ષી એક સારી એક્ટ્રેસ છે અને એની સાથે સાથે જ તે એક ટ્રેન્ડસેટર પર છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કામાક્ષીની સ્ટાઈલ અને ફેશન એકદમ કોન્ફડન્ટ હોય છે. પછી વાત ટ્રેડિશનલ લૂકની હોય કે પછી વેસ્ટર્ન આઉટફિટની તમામમાં કામાક્ષી એકદમ બેસ્ટ લાગે છે. રિયલ લાઈફમાં કામાક્ષી એકદમ ગ્લેમરસ, બોલ્ડ અને સ્ટાઈલિશ છે. મોનોકિનીથી લઈને બેકલેસ ડ્રેસમાં તે પોતાનો જાદુ ચલાવી ચૂકી છે.
સ્પેશિયલ ઓપ્સ ટુની વાત કરીએ તો આ સિઝનમાં સિરીઝની સ્ટોરી ખૂબ જ ઉંડાણથી લખવામાં આવી છે. આ સિરીઝ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાઈબર સિક્યોરિટી જેવા સોશિયલ મુદ્દાઓ પર આધારિત છે. આ સિરીઝમાં કામાક્ષી ભટ્ટન અને કે કે મેનન સિવાય બીજા પણ અનેક અનુભવી કલાકારો જોવા મળ્યા છે.