સાઉથનો સુપરસ્ટાર યશ લઇને આવી રહ્યો છે.. ‘ટોક્સિક’
KGF અને KGF 2 આ બંને ફિલ્મોથી સાઉથ સહિત દુનિયાભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડનાર સુપરસ્ટાર યશે હવે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. પોતાની નવી ફિલ્મનું નામ જાહેર કરવાની સાથે જ યશે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મનું નામ Toxic – A Fairy Tale for Grown Ups છે.
યશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પત્તા દેખાઈ રહ્યા છે. ઉપરાંત આ વીડિયોના બેકગ્રાઉન્ડમા એક આકર્ષક ટ્યૂન પણ સંભળાઈ રહી છે. યશના પાવરફુલ લુકની થોડી ઝલક જોઈ શકાય છે. વીડિયોમાં યશ કાઉબોય લુકમાં જોવા મળી રહ્યો છે. અને તેના હાથમાં એક મોટી બંદુક પણ જોવા મળી રહી છે. આ ‘ટોક્સિક’નું ટાઈટલ-ટીઝર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું છે. ફિલ્મના બાકીના કલાકારોની હાલ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. યશની આ ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે.
વર્ષ 2022માં રિલીઝ થયેલી KGF ફિલ્મથી યશનું નામ ફક્ત સાઉથ પૂરતું સીમિત ન રહેતા દેશભરમાં જાણીતું થઇ ગયું હતું. ફિલ્મે વિશ્વભરમાંથી 1200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલા ભાગની જોરદાર સફળતા બાદ બીજો ભાગ એટલે કે KGF-2 એ ભારતમાં 859 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ કુલ 1215 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.