સાઉથના સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, અભિનેત્રી તો હસી, પણ સ્ટાર થઈ ગયો ટ્રોલ
આજકાલ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી કોઈપણ પોસ્ટને ઘણીવાર આવરરીડ (overread) ઓવર રિએક્ટ (over react) કરવામાં આવતી હોય છે. આવો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેલુગુ ફિલ્મના સ્ટાર સ્ટેજ પર ઊભેલી એક યંગ એક્ટ્રેસને ધક્કો મારી રહ્યા છે. આ વીડિયોમાં એક્ટ્રેસ હસતી, સ્ટાર સાથે નોર્મલી વાતો કરતી હોવા મળે છે. આ સ્ટારે તેને અપમાનીત કરવા ધક્કો માર્યો કે પોતાની મસ્તીમાં મિત્રભાવે ધક્કો માર્યો તે વીડિયો પરથી કહી શકાય તેમ નથી, પરંતુ નેટ યુઝર્સ સહિત ઘણા સેલિબ્રિટી પણ તેમને ટ્રોલ કરી રહ્યા છે.
તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અને રાજકારણી નંદમુરી બાલકૃષ્ણ ટ્રોલના નિશાન બન્યા છે. અભિનેત્રી સાથેના કથિત ખરાબ વર્તનને કારણે લોકોએ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને શિસ્તના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે.
દક્ષિણ અભિનેતા નંદામુરી બાલકૃષ્ણ ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તે અવારનવાર પોતાની ફિલ્મો અને એક્શન સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં હવે તે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે તેનું કારણ તેની ફિલ્મ કે રાજકીય મુદ્દો નથી પરંતુ વાયરલ થયેલો વીડિયો છે. આમાં તે અભિનેત્રીને ધક્કો મારતા જોઈ શકાય છે. તેણે એક્ટ્રેસ અંજલિને સ્ટેજ પર આગળ ખસવા કહ્યું. અંજલિ જરાક જ ખસી એટલે તેમણે તેને ધક્કો માર્યો.
નંદમુરી બાલકૃષ્ણ તાજેતરમાં જ આગામી તેલુગુ ફિલ્મ ગેંગ્સ ઓફ ગોદાવરીની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર ફિલ્મની ટીમ અને અભિનેત્રીઓ પણ હાજર હતી. આ દરમિયાન તે અભિનેત્રી અંજલીને ધક્કો મારે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે નંદામુરી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે નજીકમાં ઉભેલી એક્ટ્રેસ અંજલિને થોડી જગ્યા બનાવવા કહ્યું અને જ્યારે એક્ટ્રેસ સાંભળી ન શકી તો બાલકૃષ્ણે તેમને ધક્કો માર્યો. જો કે, અંજલિ આ ઘટનાને મજાક તરીકે લે છે અને જોર જોરથી હસવા લાગે છે.
આ પણ વાંચો : આ અભિનેત્રીએ ફેન્સને પૂછ્યું કે હું રાજકારણમાં જોડાઉ કે નહીં..
બાદમાં નંદામુરી પણ અંજલિને હાઈ-ફાઈવ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે નંદામુરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો, ત્યારે લોકોને પસંદ ન આવ્યો અને તેમને ટ્રોલ કરવાનું શરૂ થયું. એકે લખ્યું, શું આ સુપરસ્ટાર તમીઝ ઘરે ભૂલીને આવ્યા છે., બીજાએ લખ્યું, આ અપમાનજનક છે. સૌથી દુઃખદ વાત એ છે કે મહિલા કલાકારોએ તક ગુમાવવાના ડરથી હસવું પડે છે.
જોકે ફિલ્મનિર્માતા હંસલ મહેતા પણ આ ઘટના સામે બળાપો કાઢતા જોવા મળ્યા હતા.
હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પૂછ્યું ये घटिया इंसान कौन है? તેના પર એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે તે સાઉથનો સુપરસ્ટાર છે, આના પર હંસલ મહેતાએ ફરીથી લખ્યું, ‘घटिया X100 X100’
જોકે આ સુપરસ્ટાર પણ વિવાદીત છે અને તેઓ હત્યાના વિવાદોમાં પણ સંડોવાયેલા છે. આ વીડિયો વારયલ થયા બાદ તેમનું કે અભિનેત્રીનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.