
મુંબઈ: સાઉથના ડિરેક્ટર એસ. શંકરની દીકરી ઐશ્વર્યા ચેન્નઈના તરુણ કાર્તિકેયન સાથે લગ્ન બંધનમાં બંધાઈ હતી, આ લગ્નમાં અનેક મોટા સેલિબ્રિટિઝ અને એક્ટર્સે હાજરી આપી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ સેલિબ્રિટિઝમાં અભિનેતા રજનીકાંત અને કમલ હાસન પણ આવ્યા હતા અને તેમણે ફોટો માટે પોઝ પણ આપ્યો હતો.
અભિનેતા કમલ હાસને બ્લેક આઉટફીટ પહેર્યો હતો તો રજનીકાંતે ક્રીમ કલરના કપડાં પહેર્યા હતા. આ લગ્ન એશ્વર્યા અને તરુણના લગ્નમાં અભિનેત્રી નયનતારા તેના પતિ વિગ્નેશ શિવાન સાથે આવી હતી. તેમ જ મણિરત્નમ, સૂર્યા, ચિયાન વિક્રમ, કાર્તિ જેવા અનેક અભિનેતાઓએ પણ લગ્નમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
એસ. શંકરની દીકરીના લગ્નના તામિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિને પણ નવપરણિત જોડાને લગ્નની શુભેચ્છાઓ આપીને તેમને આશીર્વાદ આપ્યા હતા. એશ્વર્યા અને તરુણના લગ્ન દરમિયાનના પળોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. તરુણ અને એશ્વર્યાએ પારંપારિક રીતે લગ્ન કરતાં હતા.
લગ્નમાં ઐશ્વર્યાએ રેડ સાડી સાથે ઘરેણાં પણ પહેર્યા હતા તેમ જ તરુણે ગોલ્ડ કલરની ધોતી અને કુર્તામાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યા એસ. શંકરની મોટી દીકરી છે જે ડૉક્ટર છે. આ એશ્વર્યાના બીજા લગ્ન છે આ પેહલા તેણે ક્રિકેટર દમોદરન રોહિત સાથે લગ્ન કર્યા હતા, પણ બંને અલગ થઈ ગયા હતા.