ACP પ્રદ્યુમ્નના મૃત્યુની Sony TVએ કરી પોસ્ટ અને ફેન્સે કહી દીધું CID માટે RIP

નવી દિલ્હી: ભારતમાં CID શો ઘણા વર્ષોથી દર્શકોનો પ્રિય કાર્યક્રમ રહ્યો છે. તાજેતરમાં જ CID શોની બીજી સીઝન આવી, ત્યારે ફેન્સની ખુશીનો કોઈ પાર નહોતો. સૌથી લાંબા સમય સુધી ચાલનારા ટીવી શોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. પરંતુ તાજેતરના એપિસોડમાં તેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીનું મૃત્યુ દર્શાવવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ACP પ્રદ્યુમનનું મૃત્યુ થયું છે.
સોની ટીવીએ કરી પોસ્ટ
શનિવારે મોડી રાત્રે, સોનીએ ઇન્સ્ટાગ્રામ પર એસીપી પ્રદ્યુમનની એક ફોટો શેર કરી, જેમાં લખ્યું હતું, “એસીપી પ્રદ્યુમનની પ્રેમાળ સ્મૃતિમાં… એક એવી ખોટ જે ક્યારેય ભૂલી શકાશે નહીં.” આ સાથે જ ફોટોના ગ્રાફિકમાં લખ્યું હતું: ‘એક યુગનો અંત. એસીપી પ્રદ્યુમન (1998-2025)’. આ ફોટો જોતાંની સાથે જ યુઝર્સના રીએક્શન સામે આવ્યા હતા. ઘણા યુઝર્સે કહ્યું આ પાત્રની વિદાય શોના અંતનો સંકેત હશે.
In the loving memory of ACP Pradyuman… A loss that will never be forgotten #CIDReturns #RIPACP #CID2 #SonyTV pic.twitter.com/VqJMw4k7uH
— sonytv (@SonyTV) April 5, 2025
CID માટે RIP
આ પોસ્ટ જોયા પછી ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, ઘણા દર્શકો છે જે આ સમાચાર જોયા પછી શો જોવાનું બંધ કરશે. બીજા એક યુઝરે લખ્યું, CID નું પતન શરૂ થઈ ગયું છે. ત્રીજા યુઝરે લખ્યું, તે ચોક્કસ પાછા આવશે. એક યુઝરે તો એમ પણ કહી દીધું કે, “આ એસીપી પ્રદ્યુમન માટે RIP નથી. તે CID માટે RIP છે. અને સોની ટીવી માટે RIP છે. કારણ કે આ એક નિર્દય ચાલ સાથે, તમે ફક્ત એક પાત્રનો અંત નથી કર્યો. તમે એક વારસો દફનાવ્યો છે.”
એક ફેન્સે કોમેન્ટ કરી હતી કે, “વોટ ઈઝ ધીસ???? શું આપણને ખરેખર આ પોસ્ટની જરૂર છે? ખરેખર, તમે આ પાત્રનો અંત લાવવાના છો, CIDના યુગનો, જેને અમે ચાહીએ છીએ તેનો અંત લાવવા જઈ રહ્યા છો. ખરેખર? મારો મતલબ છે કે અમે પ્લોટ ટ્વિસ્ટની રાહ જોઈ રહ્યા હતા અને તમે અમારા સૌથી પ્રિય પાત્ર, એસીપી સર સાથે આવું કરો છો, ના, હું તે સ્વીકારી રહ્યો નથી.. મને આ બિલકુલ ગમતું નથી.. આ પોસ્ટે ખરેખર અમારા દીલને તોડી નાખ્યું છે.”
આપણવાંચો: …તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?