એક હી તો દિલ હૈ સોનૂ સુદ, કિતની બાર જિતોગે? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટર સોનુ સૂદ રિયલ લાઈફ હીરો છે અને હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદની હિંમત જોઈને ફેન્સ ખરેખર ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા.
આ વીડિયોમાં સોનુ સૂદ સોસાયટીના કંપાઉન્ડમાં ફરી રહેલાં મોટા સાપને ખૂબ જ સરળતાથી પકડી રહ્યા છે. જોકે, સોનુએ આ સમયે લોકોને આ બિલકુલ આ ટ્રાય ન કરવાની અને પ્રોફેશનલ હેલ્પ લેવાની ભલામણ કરી રહ્યા છે.
બોલીવૂડ એક્ટર સોનુ સૂદે 19મી જુલાઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે આ સાપ અમારી સોસાયટીમાં આવી ગયો છે. આ એક રેટ સ્નેક છે. ઝેરી નથી.
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : રૌતેલા રડશે ને સોનુ સૂદ વ્યાજ ભરશે?
પરંતુ આપણે સાવધ રહેવું જોઈએ. અનેક વખત તેઓ આપણી સોસાયટીમાં આવી જાય છે તો તારે આ માટે પ્રોફેશનલ્સની હેલ્પ લેવી જોઈએ. મને આ વાતનો થોડો અનુભવ છે અને એટલે હું એને પકડી રહ્યો છું, પણ તમારે આ બિલકુલ ના ટ્રાય કરવું જોઈએ.
બાદમાં વીડિયોમાં સોનુ સૂદ આ સાપને પકડીને તકિયાના કવરમાં નાખે છે છે પછી જંગલમાં છોડવાની વાત કરે છે. સોનુ સૂદનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ સોનુની દિલેરી અને બહાદુરીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ફેન્સ તેને સાચા હીરો ગણાવી રહ્યા છે.
વાઈરલ વીડિયો પર યુઝર્સ લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સોનુ સરે આજે પાછે કંઈક અલગ કરી દેખાડ્યું છે.

આપણ વાંચો: ‘જો સીટ બેલ્ટ નહીં તો તમારો પરિવાર નહીં’, અભિનેતા સોનુ સૂદે શા માટે કરી અપીલ?
જ્યાં લોકો સાપને જોઈને દૂર ભાગે છે ત્યાં તેમણે જીવતો સાપ પકડી લીધો આરામથી. તેઓ એક સાચા હીરો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સર તો સાચા હીરો નીકળ્યા અમે તો ટીવીવાળા હીરો સમજતા હતા. જોકે, કેટલાક યુઝર્સ સોનુને સાવધ રહેવાની ભલામણ પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોનુએ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રહેતા હડોલ્ટી ગામના 76 વર્ષીય ખેડુત અંબાદાસ પવારની મદદ કરી હતી. અંબાદાસ પાસે બળદ ખરીદવાના પૈસા નહોતા અને એટલે તેઓ હાથેથી હળ ચલાવી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સોનુ સૂદની ટીમે ખેડુતનો નંબર મેળવીને તેને મદદ કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ છેલ્લે ફિલ્મ ફતેહમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ, જેકલીન ફર્નાન્ડિઝ, વિજય રાજ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેઓ એક તમિલ એક્શન મૂવી માધા ગજ રાજમાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમની સાથે વિશાલ પણ જોવા મળ્યા હતા.