Happy Birthday: આ એન્જિનિયર રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ હીરો બન્યો…

ભૂતકાળના અમુક સમયને આપણે યાદ કરવા નથી માગતા. આમાનો એક સમયગાળો એટલે કોરોનાની મહામારી. લગભગ ત્રણ વર્ષ સુધી સમગ્ર માનવજાતને બાનમાં લેતા આ વાયરસે કેટલાના જીવ લીધા અને લગભગ આખી દુનિયાને 10-20 વર્ષ પાછળ ધકેલી દીધી. આ દિવસો દરમિયાન ભારતમાં સૌથી વધારે હેરાન થયા હોય તો બીજા રાજ્યમાંથી આવેલા મજૂરો અને કામદાર વર્ગ.
તેમની માટે બે ટંકની રોટલી તો દુર્ભર હતી જ, પણ સાથે વાહન વ્યવહાર ઠપ થવાથી પોતાના ગામ જવું અઘરું નહીં અશક્ય હતું. આ સમયે ખાસ કરીને મુંબઈમાં રહેતા પરપ્રાંતિયોનો મસિહા બનીને ઉભરેલો હતો હિન્દી ફિલ્મનો એક અભિનેતા Sonu Sood.
કોઈને કલ્પના પણ ન હતી કે દબંગનો વિલન આ રીતે હીરો બનીને આવશે અને હજારો પરપ્રાંતિયોને સરકારની મદદ વિના પોતાને ઘરે મોકલશે. સોનૂ સુદે અમુક લોકોની મદદથી આ કરી બતાવ્યું અને તે રિયલ લાઈફ હીરો બની ગયો.
પંજાબમાં 30મી જુલાઈ, 1973માં જન્મેલો સોનૂ એન્જિનિયર છે, પરંતુ મોડેલિંગ બાદ એક્ટિંગનો ચસ્કો લાગ્યો અને 5000 રૂપિયા સાથે 1996મા મુંબઈ આવી ગયો.

મુંબઈમાં સ્ટ્રગલ કર્યું અને 1999માં એક તમિળ ફિલ્મમાં કામ મળ્યું. ત્યારબાદ 2002માં બોલીવૂડમાં શહીદ એ આઝમ મળી, જેમાં શહીદ ભગતસિંહ બનેલા સોનૂને થોડીઘણી ઓળખ મળી. ત્યારબાદ તે દબંગમાં વિલનનો રોલ કરી છવાઈ ગયો. સોનૂએ ઘણા નાના-મોટા રોલ કર્યા અને હાલમાં લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ફતેહ આવી જ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ જલવો બતાવી શકી નહીં.

તાજેતરમાં બંગલામાં સાપ નિકળ્યો ત્યારે સોનૂએ તેને સલામત છોડાનવ માટે મહેનત કરી તેનો વીડિયો વાયરલ થયો હતો. ફીટનેટ ફ્રીક તરીકે ઓળખાતા સોનૂને જન્મદિવસની શુભકામના
આ પણ વાંચો…એક હી તો દિલ હૈ સોનૂ સુદ, કિતની બાર જિતોગે? વીડિયો થયો વાઈરલ…