Happy Birthday: રિયાલિટી શૉનો ક્યૂટ એંકર આજે છે મોસ્ટ સેલિબ્રેટેડ સિંગર…

આજકાલ રિયાલિટી શૉમાં ઘણીવાર એંકર ચિપ હરકતો કરતા હોય છે, જૉક્સ કરતા હોય છે. ભારે ભપકાદાર કપડા અને સેટ્સ હોવા છતાં એ મજા નથી આવતી જે એક સમયે સાવ જ સાદાસીધા રિયાલિટી શૉમાં આવતી હતી.
વર્ષો પહેલા સા…રે…ગા…મા… નામનો એક જ મ્યુઝિક રિયાલિટી શૉ શરૂ થયો હતો અને તેના સ્પર્ધકો સાથે અથવા તો તે શૉનો એંકર વધારે પોપ્યુલર થયો હતો.

આ એંકર પોતે પણ સંગીતનો જાણકાર હતો અને સિંગર હતો, પરંતુ એક દિવસ તે ટોચનો સિંગર બની જશે તે લગભગ ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય. આ સિંગરનું નામ છે સોનૂ નિગમ. આજે 30મી જુલાઈએ તે 52 વર્ષનો થયો. પિતા પણ સિંગર હોવાથી તેણે ઘણી નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને પહેલા ગીતના માત્ર રૂ. 12 મળ્યા હતા. આજે સોનૂ એક કોન્સર્ટના રૂ.80 લાખથી એક કરોડ લે છે.

સારેગામાનો ક્યૂટ સોનૂ નિગમ ખૂબ જ નમ્રતાપૂર્વક શૉનું સંચાલન કરતો. દેખાવમાં પણ હીરો લાગતા સોનૂએ એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું પણ કારી ફાવી નહીં. જોકે સોનૂ સારો એક્ટર છે તે તેણે 2016માં એક ગતકડું કરી સાબિત કર્યું હતું. સોનૂએ ભિખારીનો વેશ ધારણ કરી જૂહુની સડકો પર ગીત ગાયું હતું અને લોકોએ તેને પૈસા અને ખાવાનું પણ આપ્યું હતું. એક છોકરાએ તેને ભૂખ લાગી છે તેમ પૂછી 12 રૂપિયા આપ્યા હતા. સોનૂએ આ 12 રૂપિયા તેની ઓફિસમાં ફ્રેમ કરી મઢાવ્યા છે.
1995માં આવેલી ફિલ્મ સનમ બેવફામાં અચ્છા સિલા દીયા ગીતથી સોનૂની કરિયરે રફ્તાર પકડી હતી. સોનૂએ શરૂઆત કરી હોય પણ હવે તે કરોડોનો માલિક છે. તેની પાસે મુંબઈ, દુબઈ, દિલ્હીમાં ઘર છે. કાર કલેક્શન પણ તગડું છે, એક અહેવાલ પ્રમાણે સોનૂની વર્ષની આવક 25થી 30 કરોડ રૂપિયા છે.
સોનૂના એક સુરતી ફેનએ પથ્થરથી સંગીત આપી તેનું દિલ પે ચલાઈ છુરિયા ગીત ફરી પોપ્યુલર કરી નાખ્યું છે. જોકે સોનૂ ઘણીવાર તેના કઢંગી ડ્રેસિંગ સેન્સ અને નિવેદનોને લીધે પણ ટ્રોલ થયો છે. ખૈર સોનૂને જન્મદિવસની શુભકામનાઓ…
આ પણ વાંચો…Happy Birthday: હનુમાનદાદાએ આ રીતે બચાવ્યો સોનૂ નિગમને