40 વર્ષે બીજી વખત પ્રેગ્નન્ટ છે આ બોલીવૂડ એક્ટ્રેસ, ઓલ વ્હાઈટ લૂકમાં શેર કર્યા મેટરનિટી ફોટોશૂટના ફોટો…

બોલીવૂડની ફેશન ડીલા ગણાતી એક્ટ્રેસ સોનમ કપૂર હંમેશા પોતાના ફેશનેબલ લૂક અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં આવતી રહી છે. હાલમાં એક્ટ્રેસ ફરી એક વખત ચર્ચામાં છે અને એનું કારણ છે 40 વર્ષે સોનમ બીજી વખત પ્રેગ્નન્ટ છે. જોકે, હાલમાં સોનમ સોશિયલ મીડિયા પર શેર કરેલાં તેના મેટરનિટી ફોટોશૂટના ફોટોને કારણે.
અન્ય બોલીવૂડ એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનમ કપૂરે હાલમાં જ લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સોનમનો પ્રેગ્નન્સી ગ્લો અને મેટરનિટી ફોટોશૂટના ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. ઓલ વ્હાઈટ લૂકમાં સોનમનો આ ‘બોસી અંદાજ’ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાલો જોઈએ બીજું શું ખાસ છે સોનમના આ ફોટોમાં…
સોનમ કપૂર તેની અદભૂત ફેશન સેન્સ માટે જાણીતી છે અને આ વખતે પણ તેણે સાબિત કરી દીધું છે કે ‘મેટરનિટી ફેશન’માં તેનો કોઈ જવાબ નથી. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં ફોટોમાં સોનમ સફેદ રંગના શર્ટ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ‘ઓલ વ્હાઈટ’ લૂક સોનમને એકદમ ક્લાસી અને સોફેસ્ટિકેટેડ વાઈબ આપી રહ્યો છે. આ સુંદર આઉટફિટમાં સોનમે પોતાનો બેબી બમ્પ એકદમ ગ્રેસફૂલી ફ્લોન્ટ કર્યો છે.
વાત કરીએ સોનમના લૂકને અટ્રેક્ટિવ બનાવતા ફેક્ટર વિશે તો તે છે સોનમે પહેરેલાં બ્લેક ગોગલ્સ. સોનને પહેરેલા આ ગોગલ્સે તેના લૂકને એક પાવરફુલ અને ‘બોસી’ ટચ આપ્યો છે. મિનિમલ મેકઅપ અને ટાઈટ બન હેરસ્ટાઈલ સાથે તેણે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં સોનમના ચહેરા પરનો પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનમ 40 વર્ષની ઉંમરે બીજી વખત માતા બનવા જઈ રહેલી સોનમ દરેક પોઝમાં અત્યંત ગોર્જિયસ અને ખુશ દેખાઈ રહી છે. ફેન્સ તેના આ આત્મવિશ્વાસના સોશિયલ મીડિયા પર ભારોભાર વખાણ કરી રહ્યા છે. તમે પણ સોનમના આ વાઈરલ થયેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…



