મનોરંજન

સોનમ કપૂરે બેબી બમ્પ ફ્લોન્ટ કરીને બીજી પ્રેગ્નન્સી કરી એનાઉન્સ! પ્રિન્સેસ ડાયના જેવો લૂક જોઈ ફેન્સ થયા ખુશ…

ફિલ્મ એક્ટ્રેસ અને ઈન્ડસ્ટ્રીની ફેશન ડીવા તેમ જ કપૂર ખાનદાનની લાડકવાયી સોનમ કપૂર તેના લેટેસ્ટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેનો લૂક જોઈને લોકોને પ્રિન્સેસ ડાયનાની યાદ આવી ગઈ હતી.

સોનમના લૂકની વાત કરીએ એ પહેલાં તમારી જાણ માટે સોનમ કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે. એક્ટ્રેસે બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આવો જોઈએ શું છે સોનમે શેર કરેલાં ફોટોમાં…

સોનમ કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સોનમ કપૂર સુંદર પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને આ ફોટો શેર કરીને સોનમે પોતાની પ્રેગ્નન્સી એનાઉન્સ કરી છે.

ફિલ્મ નીરજા ફેમ એક્ટ્રેસે જેવી સોશિયલ મીડિયા પર આ ન્યુઝ શેર કરી એટલે ફેન્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ અને સેલિબ્રિટીએ તેને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું હતું.

આપણ વાચો: મુંબઈના પ્રદૂષણ અંગે વીર દાસ પછી સોનમ કપૂરે વ્યકત કરી ચિંતા, જાણો શું કહ્યું?

વાત કરીએ એક્ટ્રેસના લૂકની તો તેણે માર્ગારેટા લેનો 1988નો એસ્કાડા સૂટ પહેર્યો હતો અને આ આઉફફિટ પ્રિન્સેસ ડાયનાના એક જૂના આઈકોનિક લૂક સાથે ખૂબ જ મેચ કરતો હતો. આ આઉટફિટ પ્યોર વૂર ફેબ્રિકથી બનાવવામાં આવ્યો હતો, જેમાં ઓવરસાઈઝ્ડ પેડેડ શોલ્ડર અને સોફ્ટ કર્વ્ડ શોલ્ડર લાઈન હતી.

સોનમે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે બ્લેક પર્સ કેરી કરી હતી, જે તેના સનગ્લાસીસ સાથે મેચ કરતાં હતા. ખુલ્લા વાળ, ઘડિયાળ અને ગોલ્ડન લૂક્સ સાથે સોનમે પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. સોનમ કપૂરે આ આઉટફિટ સાથે બ્લેક ટાઈટ્સ અને બ્લેક હિલ્સ પહેરી હતી.

આપણ વાચો: શું બીમારીથી પીડાઇ રહ્યો છે સોનમ કપૂરનો પતિ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

સોનમે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરીને મધર એવી કેપ્શન આપી હતી. આ ફોટો જોઈને ફેન્સ અને ફ્રેન્ડ્સે શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. પરિણીતી ચોપ્રાએ આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ ખૂબ શુભેચ્છા મમાસીતા. કરિના કપૂરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે સોના અને આનંદ. પત્રલેખાએ પણ સોનમની આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

સોનમ કપૂરના પતિ અને થનારા પિતા આનંદ આહુજાએ સોનમની પોસ્ટ પર ખૂબ જ મજેદાર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બેબી મા…ઔર ચિતચચચ મમ્મા… તમે પણ સોનમ કપૂરના આ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button