ચાની બંધાણી છે બોર્ડર ટુ ફેમ એક્ટ્રેસ સોનમ બાજવા, કહ્યું ચા વિના તો…

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘ક્વીન’ ગણાતી સોનમ બાજવા તેની સુંદરતા અને શાનદાર અભિનયને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની સાદગી અને ફિટનેસ જોઈને કોઈપણ છેતરાઈ શકે છે કે તે કદાચ કડક ડાયટ ફોલો કરતી હશે, પરંતુ સત્ય તેનાથી સાવ અલગ છે. સોનમ કોઈ ‘ક્રેશ ડાયટ’માં માનતી નથી, પરંતુ તે દિલ ખોલીને ખાવાની શોખીન છે.
સોનમ બાજવાની ફિટનેસ પાછળનું અસલી રહસ્ય અને તેની ખાણીપીણીની આદતો વિશે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો. સોનમ બાજવા જેટલી પડદા પર ગ્લેમરસ દેખાય છે, વાસ્તવિક જીવનમાં તે તેટલી જ દેશી અને ખાવાની શોખીન છે. તેની ફિટનેસ માત્ર જીમમાં પરસેવો પાડવાથી નહીં, પણ ‘બેલેન્સ ડાયટ’થી આવે છે.
આ પણ વાચો : થિયેટર ફિલ્મ ધૂરંધર જોઈને ખુશ થયેલાં દર્શકો ઓટીટી વર્ઝનથી કેમ થયા નાખુશ? સોશિયલ મીડિયા પર છેડાયું યુદ્ધ….
સોનમ બાજવાને મીઠું ખાવાનો ખૂબ જ શોખ છે. તેને ફળોમાં કેરી અને વિવિધ મીઠાઈઓ સૌથી વધુ પસંદ છે. સોનમ કહે છે કે, જો ક્યારેય કેરી કે મીઠાઈ ન મળે, તો તે આઈસ્ક્રીમ ખાઈને પણ મન મનાવી લે છે. તે માને છે કે જીવનનો આનંદ માણવા માટે મનપસંદ ખોરાક ખાવો જરૂરી છે.
ઘણી અભિનેત્રીઓ કેફીનથી દૂર રહે છે, પરંતુ સોનમ બાજવાને ચા પ્રત્યે અત્યંત પ્રેમ છે. ખુદ સોનમે આ વાતનો ખુલાસો કર્યો હતો. સોનમે જણાવ્યું હતું કે મને ખ્યાલ છે કે રોજ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી, પરંતુ તેમ છતાં હું રોજ સવારે ચા પીધા વગર રહી શકતી નથી. તમને જાણીને નવાઈ લાગશે ચા પ્રત્યેનો સોનમનો આ પ્રેમ તેને અન્ય સામાન્ય યુવતીઓની જેમ જ સાદગીભર્યો બનાવે છે.
આ પણ વાચો : ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર બાથરૂમ સેલ્ફી શેર કરી, બોલ્ડ લૂક જોઈને ફેન્સ થયા પાણી-પાણી…
વાત કરીએ સોનમના ડાયેટ પ્લાનની તો સોનમને સવારે પરાઠા, તંદૂર અને ઈંડા ખાવાનો શોખ છે. તે ભરપેટ નાસ્તો કરવામાં માને છે. બપોરે તેને ઘરનું સાદું ભારતીય ભોજન જેમ કે દાળ, રોટલી અને શાક ખાવું ગમે છે. સોનમના જણાવ્યા અનુસારે તે ઈન્ડિયન ફૂડ તેને માનસિક શાંતિ આપે છે. રાત્રે શૂટિંગ દરમિયાન જો મોડું થઈ જાય, તો તે હળવો ખોરાક અથવા માત્ર સલાડ ખાઈને સૂઈ જવાનું પસંદ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ બાજવા હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર ૨’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના અભિનય અને લૂકની ભારે પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને દિલજીત દોસાંઝ સાથે તેની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ‘બોર્ડર ટુ’ની સફળતાએ સોનમની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.



