ઓરીએ દિગ્ગજ અભિનેત્રીની ઉડાવી મજાક, જુઓ વીડિયો

દેશભરમાં દિવાળીના તહેવારનો માહોલ છવાયેલો છે અને દરેક જણ ઉજવણીમાં પડ્યા છે, ત્યારે બોલિવૂ ડ પણ દિવાળીના રંગે રંગાયું છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે એટલે કે 26મી ઓક્ટોબરે તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી-ટાઉનના ઘણા મોટા સેલેબ્સે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં ઓરી પણ જોવા મળ્યો હતો. હા, તમે બરાબર વાંચ્યું, જે અંબાણીના મેરેજમાં પણ ફિલ્મ સ્ટારો સાથે જોવા મળ્યો હતો એ જ ઓરી.. તેણે પણ બોલિવૂડના દિવાળી સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ઓરીએ શેર કર્યો છે. આમાં ઓરી સોનાલી બેન્દ્રે સાથે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanએ અભિષેક સાથેના સંબંધો પર આપી મોટી હિન્ટ, ખુશીથી ઉછળી પડશે ફેન્સ…
ઓરી સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ હોય છે. તે અવારનવાર તેના ફોટા, વીડિયો શેર કરતો હોય છે. બોલિવૂડ સ્ટાર્સનો તે લકી ચાર્મ ગણાય છે. તેના વિના બોલિવૂડની દરેક પાર્ટી જાણે કે સૂની હોય છે. આ પાર્ટીમાં ઓરી સોનાલી બેન્દ્રે સાથે વાત કરતો જોવા મળ્યો તેણે સોનાલી બેન્દ્રે સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંનેએ હિન્દી સિનેમાની એક દિગ્ગજ અભિનેત્રી પર નિશાન સાધ્યું છે.
બીજો વીડિયો એક બોલિવૂડ ફંક્શનનો છે. જેમાં જયા બચ્ચન અને તેની પુત્રી શ્વેતા બચ્ચન પાપારાઝીને પોઝ આપી રહ્યા છે. જ્યારે બંને પાપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા. એટલામાં જ સોનાલી બેન્દ્રે ત્યાં પ્રવેશ કરે છે. તેને જોઇને શ્વેતા બચ્ચન તેને પણ સાથે પોઝ આપવા માટે ઇશારો કરે છે. સોનાલી પણ શ્વેતાના કહેવા પર તેની પાસે આવે છે. પણ જેવી સોનાલી શ્વેતા પાસે આવે છે. જયા બચ્ચન ગુસ્સે થઇને ત્યાંથી જતી રહે..
આ પણ વાંચો: Tamannaah Bhatiaએ કહ્યું, આજ કી રાત હુસ્ન કા… યુઝર્સે કહ્યું આ તો…
આ વીડિયો શેર કરતા ઓરીએ લખ્યું હતું કે સામાજિક કાર્યક્રમમાં હું હંમેશા સારા મૂડમાં હોઉ છે. લોકો આ વીડિયો પર જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. કેટલાકને આ વીડિયો ફની લાગ્યો હતો, તો કેટલાકે લખ્યું હતું કે જયાજી તમને ક્યારેય માફ નહીં કરે. કેટલાકે તો આ વીડિયોને ફની પણ ગણાવ્યો હતો.
હકીકતમાં થોડા સમય પહેલા એક બોલિવૂડ ઇવેન્ટમાં જયા બચ્ચને સ્ટેજ પર સોનાલી બેન્દ્રેને ઇગ્નોર કરી હતી, તેથી હવે લાગે છે કે ઓરીએ દિગ્ગજ અભિનેત્રીની મજાક ઉડાવીને જુની ઘટનાનો બદલો લઇ લીધો છે.