Zahir Iqbalની હરકતથી પરેશાન Sonakshi Sinhaએ ડરતાં ડરતાં કહ્યું જ્યારથી એને મળી…
બોલીવૂડની ન્યુલી વેડ કપલ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે જ છે. બોલીવૂડનું આ કપલ લગ્ન બાદની દરેક મોમેન્ટ જીવી રહ્યું છે, એન્જોય કરી રહ્યું છે. અવારનવાર આ કપલ વેકેશન પર ઉપડી જાય છે અને ત્યાંથી ફેન્સ સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. હાલમાં આ કપલ ન્યૂ યરના સેલિબ્રેશન વિદેશમાં છે અને ત્યાં સોનાક્ષી પતિ ઝહિરની હરકતથી હેરાન-પરેશાન થયેલી જોવા મળી રહી છે. એટલું જ નહીં પણ સોનાક્ષીએ આ સમયનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આવો જોઈએ આ વીડિયોમાં શું કહે છે.
સોનાક્ષી- સોનાક્ષી સિન્હાએ પોતાના વેકેશન ડેસ્ટિનેશન પરથી ઝહિર ઈકબાલ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જઈને તમારી ખુશીનો પણ કોઈ પાર નહીં રહે. વાત જાણે એમ છે કે સોનાક્ષી અને ઝહિર હાલમાં રોડ ટ્રીમ પર છે, પરંતુ થાકને કારણે તે ગાડીમાં જ સૂઈ ગઈ હતી. સોનાક્ષીને સૂતેલી જોઈને ઝહિર જોર જોરથી ચીસો પાડે છે અને આ સાંભળીને સોનાક્ષી ડરીને ઉઠી જાય છે. ઝહિરની બૂમો સાંભળીને સોનાક્ષી એકદમ ડરી ગઈ હતી.
આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કરીને સોવાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારથી આને મળી છું, મારી ઊંઘ ઉડી ગઈ છે. અહીંયા તમારી જાણ માટે કે આ પહેલી વખત નથી કે ઝહિર આ રીતે સોનાક્ષીને પરેશાન કરતો જોવા મળ્યો હો.. આ પહેલાં પણ અનેક વખત ઝહિર સોનાક્ષી સાથે પ્રેન્ક કરી ચૂક્યો છે. બંનેના પ્રેન્કનો ઈંતેજાર તો ફેન્સને પણ હોય છે.
Also read: લગ્ન પહેલા કરણ જોહરે સોનાક્ષી સિંહાને કરાવ્યો ભારે ખર્ચ!
સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર પ્રેન્કનો વીડિયો શેર કરવાની સાથે સાથે જ સિંહ અને ટાઈગર, ચિત્તા પણ સાથે ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળી હતી. ન્યુલી વેડ કપલના વેકેશનના ફોટો અને વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે હાલમાં બંને જણ પોતાની લાઈફના બેસ્ટ ફેઝમાં છે. ફેન્સ પણ બંને જણને આ જ રીતે ખુશ રહેવાની દુઆઓ આપી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…