
અભિનેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હાની પુત્રી અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાના કોર્ટ મેરેજ બાદ તેની રિસેપ્શન પાર્ટીમાં લગભગ 1000 કરતા વધારે મહેમાનોએ આખી રાત જલસા કર્યા હતા. સોનાક્ષીએ ઝહીર ઈકબાલ સાથે સાદગીપૂર્ણ લગ્ન કરી દાદરની હોટેલમાં એક રિસેપ્શન આપ્યું હતું, જેમાં કાજોલ, રેખા, સલમાન ખાનથી માંડી ઘણા સ્ટાર્સ આવ્યા હતા, પરંતુ બચ્ચન પરિવાર અને અન્ય એક અભિનેત્રીની ગેરહાજરીની સૌએ નોંધ લીધી હતી. અમિતાભ બચ્ચને શત્રુધ્ન સાથે ઘણી હીટ ફિલ્મો આપી છે. જોકે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના (Abhishek Aishwarya wedding) લગ્ન સમયે શત્રુધ્ન સિન્હા ખૂબ નારાજ થયા હતા અને તેમની નારાજગી જાહેરમાં પણ તેમણે વ્યક્ત કરી હતી. તે સમયે અમિતાભે તેમને આમંત્રણ આપ્યું ન હતું. બચ્ચને તેમના ઘરે મોકલેલી મીઠાઈ અને ભેટ પણ પાછા મોકલ્યા હોવાના અહેવાલો છે. આ માટે એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું હતું કે તે સમયે મારા દાદી બીમાર હતી અને અમે સાદગીથી લગ્ન કર્યા હતા. ઘણાને આમંત્રણ આપ્યું ન હતું, પરંતુ તેમાંથી માત્ર શત્રુઘ્ન સિન્હા નારાજ રહ્યા હતા અને આ નારાજગી ઘણા સમય રહ્યા બાદ એક સમારંભમાં બન્ને મિત્રોએ બોલવાનું શરૂ કર્યું હતું. આથી બચ્ચન પરિવારને આમંત્રણ હતું અને તેઓ ન આવ્યા કે પછી આમંત્રણ જ ન હતું, તે હજુ જાણવા મળ્યું નથી. (Bachchan family absent in Sonakshi wedding)
બીજું નામ છે 80-90ના દાયકાની સુંદર અભિનેત્રી રીના રૉય. શત્રુધ્ન સિન્હા અને રીના રૉયના સંબંધો હંમેશાં ચર્ચામાં રહ્યા છે. સોનાક્ષી સાથે પણ તેની સારી ઓળખાણ છે. એક સમયે સોનાક્ષી આબેહુબ રીના રૉય જેવી લાગતી હોવાના અહેવાલો અને ફરી શત્રુ અને રીનાના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રીના રૉય ભારતમાં જ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે આજે પણ જોડાયેલી છે ત્યારે તેની હાજરી અપેક્ષા લોકોને હશે, પરંતુ તે પણ હાજર રહી ન હતી. (Reena Roy absent)
દરમિયાન વેબ સિરિઝ હીરામંડી દરમિયાન જેમના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું હતું તે અભિનેતા સિદ્ધાર્થ અને અભિનેત્રી અદિતીરાવ હૈદર પણ આવ્યા હતા. આ સાથે વિદ્યાબાલન પતિ સાથે જોવા મળી હતી.