Sonakshi weds Zahir: લાલજોડામાં સોહામણી સોનાક્ષીના લગ્ન-રિસેપ્શનની અંતરંગ વાતો

મુંબઈ: કઈ કેટલાય વિવાદો અને અટકળો બાદ આખરે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન થયા હતા અને કપલે દાદરની હોટેલમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ આવ્યા હતા. સોનાક્ષી અને ઝહીરના લગ્નથી પિતા શત્રુધ્ન સિન્હા અને માતા પૂનમ નારાજ હોવાની અટકળોએ ભારે ઉત્તેજના જગાવી હતી, પરંતુ માતા-પિતાએ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને ઈન્સ્ટ્રીના ઘણા મહેમાનો પણ આવ્યા હતા. લાલ સાડીમાં સજ્જ સોનાક્ષી સાદી પણ સુંદર લાગતી હતી.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કોર્ટમાં લગ્ન કર્યા. કોર્ટ મેરેજ પછી, દંપતીએ દાદરના બસ્ટિશનમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
આ રિસેપ્શનની અંતરંગ વાતો કરીએ તો રાહત ફતેહ અલી ખાનના ગીત આફરીન આફરીન પર સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. બંને ગીત સાથે લિપ સિંક કરતા પણ જોવા મળ્યા હતા. અભિનેત્રી કાજોલ જ્યારે ઝહીર ઈકબાલ સાથે ઢોલની ધૂન પર ડાન્સ કરી રહી હતી ત્યારે તેને જોઈને સોનાક્ષી સિન્હા ઈમોશનલ થઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા.
અનિલ કપૂરે સોનાક્ષી સિંહા સાથે મેરા નામ હૈ લખનમાં તેની આઇકોનિક શૈલીમાં ડાન્સ કર્યો હતો. સોનાક્ષી અનિલ સાથે ડાન્સ કરતી ખુશ દેખાતી હતી.
સોનાક્ષી સિન્હાના નજીકના મિત્ર અને રેપર હની સિંહાએ રિસેપ્શનમાં પ્રાણ પૂર્યા. તેણે સુપરસ્ટાર, કલંક જેવા ઘણા સુપરહિટ ફિલ્મનોના ગીતો ગાયા અને તેના પર સોનાક્ષી-ઝહીર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હની ખાસ લંડનથી પોતાનું કામ મૂકી સોનાક્ષીના લગ્નમાં આવ્યો હતો.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલના રિસેપ્શનમાં હાજરી આપી ન હતી, પરંતુ રણવીરના પિતા જગજીત સિંહ ભવનાની અને માતા અંજુ ભવનાનીએ હાજરી આપી હતી.
જોકે મહેફીલની રોન કોઈ હોય તો તે અભિનેત્રી રેખા હતી. ગોલ્ડન કલરના સલવાર કમિઝમાં તે ખૂબ જ જાજરમાન દેખાતી હતી. કપલને આર્શીવાદ આપ્યા હતા.