મહેંદી હૈ રચનેવાલીઃ Sonakshi Sinhaનું ઘર ઝગમગ્યું, મહેંદીની તૈયારી
સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. ખાસ કરીને લગ્નથી શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હા રાજી ન હોવાની અટકળોને લીધે ચર્ચાઓ વધારે જોરથી થઈ રહી હતી. પણ હવે અભિનેત્રીના પિતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહ સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથેના આંતરધર્મી લગ્ન માટે સહમત હોવાનું જાહેર કહી દીધું છે ત્યા સોનાક્ષી વધારે ઉત્સાહમાં આવી ગઈ હોવાનું કહેવાય છે.
ગુરુવારે શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે સોનાક્ષીના ભાવિ સાસરે એટલે કે ઝહીર ઈકબાલના ઘરે પહોંચ્યા હતા. શત્રુઘ્ન સિન્હાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. જેમાં તે ઝહીર અને તેના પિતા ઈકબાલ રતનસી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. તેના માતા-પિતાની સંમતિ મળ્યા બાદ લાગે છે કે સોનાક્ષીની ખુશી બમણી થઈ ગઈ છે. સોનાક્ષીએ પોતાના ભાવિ પતિ ઝહીર ઈકબાલના નામ પર મહેંદીથી હાથ પણ સજાવ્યો છે અને આ લગ્ન માટે શત્રુઘ્ન સિન્હાના ઘર ‘રામાયણ’ને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. તેમના ઘરની કે વિધિઓની એક ઝલક જોવા ફેન્સ આતુર છે.
ઝહીર-સોનાક્ષીના મિત્ર ઝફર અલી મુનશીએ કપલની મહેંદી સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ઝહીર-સોનાક્ષી તેમના નજીકના મિત્રો સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. ફોટામાં ઝહીર-સોનાક્ષીની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. આ દરમિયાન સોનાક્ષી લાલ બ્રાઉન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે ઝહીર ફ્લોરલ પ્રિન્ટના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે.