Sonakshi Sinha-Zahir Iqbal આપશે Good News? પ્રેગ્નન્સીની અટકળો તેજ…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Wedding)ને હજી તો એક મહિનો જ પૂરો થયો છે ત્યાં જ સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આવું એટલા માટે કે હાલમાં જ સોનાક્ષી પોલકાવાળા આઉટફિટમાં પતિ ઝહિર સાથે સ્પોટ થઈ હતી અને એ સમયે ઝહિર તેને સંભાળીને લઈ જઈ રહી રહ્યો હતો.
આ પણ વાંચો: સોનાક્ષી-ઝાહિરના ટ્રોલર્સને શત્રુઘ્ન સિંહાએ આપી ચેતવણી, કહ્યું….
હવે સોનાક્ષી અને ઝહિરનો એક બીજો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મિત્રો સાથે લગ્નની વન મન્થ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા હતા. સોનાક્ષી અને ઝહિર પોતાના નજીકના મિત્રો સાથે ડિનર પાર્ટી પર ગયા હતા ત્યાં પેપ્ઝે તેમને સ્પોટ કર્યા હતા. આ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા વાઈરલ થતાં જ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે સોનાક્ષી પ્રેગ્નન્ટ છે.
ફેન્સ આ ફોટો જોઈને એવું કહી રહ્યા છે કે ઓવરસાઈઝ્ડ હૂડીની મદદથી સોનાક્ષી બેબી બંપને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, કપલે હજી સુધી આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી. સોનાક્ષીએ અદિતી રાવ હૈદરીને પણ આ પાર્ટીમાં બોલાવી હતી.
જ્યારથી ફેન્સે સોનાક્ષીના આ ફોટો જોયા છે ત્યારથી તેઓ એવી અટકળો લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ આ કપલ ગુડ ન્યુઝ આપવા જઈ રહ્યું છે અને આ વાતની ખુશી ઝહિર અને સોનાક્ષી બંનેના ચહેરા પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તો અત્યારથી જ બંનેને શુભેચ્છા આપી રહ્યા છે. ડિનર કરીને સોનાક્ષી અને ઝહિર બંને સાથે જ એક કારમાં બેસીને ઘરે જવા નીકળ્યા હતા એ સમયે પણ બંને જણ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
આ પણ વાંચો: હવે આ અભિનેત્રી પણ પ્રેગનેન્ટ છે કે શું? પોલકા ડોટ્સ ડ્રેસ પહેરી ડિનર પર ગઇ તો……..
અત્રે ઉલ્લેખનીય છે કે કપલે ગયા મહિને એટલે કે 23મી જૂનના જ લગ્ન કર્યા હતા અને એવું કહેવાય છે કે આ લગ્નને કારણે સિન્હા પરિવારમાં ભંગાણ પડ્યું હતું અને સિન્હા પરિવારમાંથી સોનાક્ષીના ભાઈઓ તો ખાસ આ લગ્નથી બિલકુલ ખુશ નથી. એટલું જ નહીં આ કારણે જ લવ અને કુશ બંને સોનાક્ષીના લગ્નમાં પહોંચ્યા નહોતા.