મનોરંજન

લગ્ન બાદ ઘરમાં શાંતિ માટે તરસી રહી છે Sonakshi Sinha, Zahir Iqbal છે અશાંતિનું કારણ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ સાત વર્ષ સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ આખરે આ વર્ષે જૂન મહિનામાં ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરી લીધા હતા. હવે લગ્નના ત્રણ મહિના બાદ જ સોનાક્ષીએ પોતાના લગ્નજીવન વિશે એવા એવા ખુલાસા કર્યા છે કે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. સોનાક્ષીએ પતિ ઝહિરની પોલ ખોલીને હવે તે તેના જીવનમાં શાંતિ શોધી રહી છે. આવો જોઈએ આખરે શું કહ્યું સોનાક્ષીએ-
હાલમાં જ એક કાર્યક્રમમાં સોનાક્ષી અને ઝહિરે પોતાની રિલેશનશિપ અને લગ્નજીવન વિશે વાત કરી હતી. સોનાક્ષીએ આ સમયે પતિ ઝહિરની સારી અને ખરાબ બંને આદતો પર વાત કરી હતી. વાત જાણે એમ છે કે કાર્યક્રમમાં સોનાક્ષી અને ઝહિરને એકબીજાની એક સારી અને ખરાબ આદત વિશે પૂછવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : હનીમૂન પર પતિ Zahir Iqbal સાથે આ શું કર્યું Sonakshi Sinhaએ?

ઝહિરે આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સોનાક્ષીમાં એવી કોઈ ખરાબ આદત નથી જે મને ના ગમતી હોય. જો હું તેની કોઈ આદતથી પરેશાન છું તો તે છે એનો સ્વાર્થી સ્વભાવ. તેને જજ કર્યા વિના કે અપસેટ થવાને બદલે હું તેને સમજાવવા માંગુ છું કે તે પોતાના ઈગોને આટલું મહત્ત્વ કેમ આપે છે? ઝહિરના વખાણ સાંભળીને સોનાક્ષીને તેને થોડું વધારે ખુલીને બોલવા જણાવ્યું. આ સાંભળીને ઝહિરે કહ્યું સોનાક્ષી થોડી વધારે જ પંક્ચ્યુઅલ છે. સમયના પાબંદ હોવું ખૂબ જ સારી વાત છે, પણ ક્યારેક ક્યારેક લેટ થાય તો ચાલે. જોકે, જો મને એની સૌથી ગમતી કોઈ બાબત હોય તો તે છે એની વિનમ્રતા અને સાદગી.

આ પણ વાંચો : લગ્નના બે જ મહિનામાં Sonakshi Sinha-Zahir Iqbalની લવસ્ટોરીમાં લવ છુમંતર?

વાત કરીએ સોનાક્ષીની તો સોનાક્ષીને ઝહિર ઈકબાજનો દયાળુ અને બીજાનો આદર કરવાનો સ્વભાવ ખૂબ જ પસંદ છે. તેણે જણાવ્યું હતું કે તે ખૂબ જ દયાળુ છે. પણ જો વાત કરીએ તેની ખરાબ આદત વિશે તો ઝહિર ખૂબ ધમાચકડી મચાવે છે અને તે સતત સિટી વગાડતો રહે છે કે પછી અવાજ કરે છે. ઘણી વખત તો એવું પણ બને છે કે હું શાંતિ માટે તરસી જાઉં છું.
સોનાક્ષીની આ વાત સાંભળીને ઝહિર કહે છે કે મારી આ હરકત પર પણ સોનાક્ષી ખૂબ જ પ્રેમથી વર્તે છે અને તે મને એકદમ નમ્રતાથી કહે છે કે પ્લીઝ ઘર છોડીને ક્યાંક જતો રહે…

સોનાક્ષી અને ઝહિર બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે અને તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરે છે અને સોશિયલ મીડિયા પર એકબીજા માટે રોમેન્ટિક પોસ્ટ પણ શેર કરતાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button