Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર

તાજેતરમાં જ ટીએમસીના સાંસદ બની ચૂકેલા ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિન્હાના ઘરે હવે શરણાઈના સૂર વાગશે કારણ કે સિન્હાની દીકરી અને બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે. મીડિયાના અહેવાલો અનુસાર સોનાક્ષી બૉયફ્રેન્ડ ઝહીર સાથે 23મી જૂને લગ્ન કરે તેવી સંભાવના છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમના લગ્નની ચર્ચાઓ પણ ઘણા સમયથી ચાલી રહી છે. હવે આ કપલના લગ્નની તારીખો સામે આવી છે. આ કપલ આ મહિને લગ્ન કરશે. સોનાક્ષીના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા-પૂનમ સિંહા તેમની દીકરીના લગ્નની તૈયારીમા લાગ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
સોનાક્ષી અને ઝહીર 23 જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ છોડીને મુંબઈમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ કપલ લગ્નમાં તેમના નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે અને બહુ તામઝામ નહીં હોય. બન્નેના રિસેપ્શનમાં બોલીવૂડ ઉભરી આવશે આ સાથે રાજકારણીઓનો પણ મેળો લાગશે તેમ કહેવાય છે.
જોકે પરિવાર તરફથી આ મામલે કંઈ જ કહેવામા આવી રહ્યું નથી. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. બંને હંમેશા મીડિયા સામે એકબીજાને માત્ર મિત્ર કહેતા હતા, પણ હવે તેમણે આ મિત્રતાને લગ્નસંબંધમાં ફેરવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. હવે બન્ને કંઈક બોલે તો ખબર પડે.
Also Read –