મનોરંજન

23 જૂન, 2017નું ગાઢ કનેક્શન છે કે Sonakshi Sinha- Zahir Iqbal સાથે એટલે જ તો… Secret Revealed…

23 જૂન, 2017નું ગાઢ કનેક્શન છે કે Sonakshi Sinha- Zahir Iqbal સાથે એટલે જ તો… Secret Revealed…
ગઈકાલે એટલે કે રવિવારે બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને તેના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલે લગ્ન (Bollywood Actress Sonakshi Sinha Weds Zahir Iqbal)એ કરી જ લીધા. પરંતુ ફેન્સને એ સવાલ સતાવી રહ્યો છે કે આખરે કપલે લગ્ન માટે 23મી જૂનનો દિવસ જ કેમ પસંદ કર્યો? જો તમને પણ આવો સવાલ થઈ રહ્યો હોય તો ડોન્ટ વરી નવ પરિણીત કપલે ખુદ આ પાછળનું સિક્રેટ રીવિલ કરી જ દીધું છે.

જ્યારથી સોનાક્ષી અને ઝહિરે લગ્નની એનાઉન્ટમેન્ટ કરી હતી ત્યારથી જ આ કપલ લાઈમલાઈટમાં રહ્યું છે અને આખરે રવિવારે 23મી જૂન, 2024ના પહેલાં રજિસ્ટર મેરેજ કર્યા અને બાદમાં બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Bollywood Actress Shilpa Shetty)ની મુંબઈમાં આવેલી રેસ્ટોરન્ટમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

પરંતુ આ બધા વચ્ચે લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે લગ્ન (Sonakshi Sinha-Zahir Iqbal Wedding Day) માટે 23મી જૂનની તારીખ જ કેમ પસંદ કરી? પરંતુ આ સવાલનો જવાબ પણ કપલે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને આપી દીધો છે.

સોનાક્ષી-ઝહિરે પોતાના લગ્નના ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે આજના જ દિવસે સાત વર્ષ પહેલાં એટલે કે 23-06-2017ના દિવસે અમે બંને જણે પહેલી વખત એકબીજાના આંખોમાં પ્રેમને તેના સૌથી પ્યોરેસ્ટ ફોર્મમાં જોયું અને તેને કાયમ કરવાનો નિર્ણય લીધો. આજે એ જ પ્રેમે અમને તમામ ચેલેન્જ અને મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપ્યું છે. આજે અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનના નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.

અહીંયા તમારી જાણ માટે કે સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલની પહેલી મુલાકાત સલમાન ખાન (Bollywood Actor Salman Khan)ની પાર્ટીમાં થઈ હતી. બંનેજણે એકબીજાને સાત વર્ષ સુધી ડેટ કર્યું હતું અને આખરે ગઈકાલે લગ્ન કરી લીધા હતા…

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો