કિક સ્કૂટરથી ફરવું પડે એટલું મોટું અને આલિશાન છે આ બોલીવૂડ એક્ટ્રેસનું ઘર, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ લવેબલ કપલમાંથી એક છે. ફિલ્મોથી દૂર હોવા છતાં સોનાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હાલમાં પોતાના વ્લોગમાં સોનાક્ષી સિન્હાએ ફેન્સને પોતાના ઘરની હોમ ટૂર આપી છે. આ વીડિયોમાં ઝહિર અને સોનાક્ષી કિક સ્કુટર પર ફરી રહ્યા છે. આ વીડિયો જોઈને યુઝર્સ જાત જાતની કમેન્ટ આપી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ સોનાક્ષીના વીડિયોમાં…
સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના નવા ઘરના રિનોવેશનનું કામ પૂરું થઈ ગયું છે અને હાલમાં સોનાબેબીએ પોતાના વ્લોગમાં મુંબઈના સીફેસિંગ આલિશાન ઘરની એક ઝલક દેખાડી છે. આ ઘરની વિશાળતાનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કિક સ્કુટરનો ઉપયોગ કરે છે.
સોનાક્ષીએ પોતાની હોમ ટૂરના વીડિયોમાં ફેન્સને અલગ અલગ રૂમ્સ, મોટું રસોડું, સોનાક્ષી અને ઝહિરના અલગ અલગ બેડરૂમ, વોશરૂમ, શાવર એરિયાની ઝલક દેખાડી છે. વીડિયો જોતા એવું કહી શકાય કે સોનાક્ષી અને ઝહિરનું આ ઘર કોઈ સેવન સ્ટાર હોટેલથી બિલકુલ ઓછું નથી ઉતરતું.
વીડિયોમાં સોનાક્ષી ઝહિર સાથે ફેન્સને પોતાનું લિવિંગ રૂમ દેખાડી રહી છે અને ત્યાં જ એક કિક સ્કુટર રાખવામાં આવ્યું હતું. ઝહિર આ કિક સ્કુટર પર આખા ઘરમાં અહીંયા ત્યાં દોડવા લાગે છે. લિવિંગ રૂમમાં સુંદર સોફા પણ જોવા મળે છે. ઝહિર અને સોનાક્ષી જણાવે છે કે તેઓ પોતાના મોટાભાગનો સમય અહીં જ પસાર કરે છે. અહીં જ ઝહિરનું ફ્લોટિંગ ટીવી રાખવલામાં આવ્યું છે. સોનાક્ષી રસોડું દેખાડતા કહે છે કે ઝહિરની પસંદ અનુસાર તેને મેટલ ફિનિશિંગવાળું બનાવવામાં આવ્યું છે.
ઝહિર અને સોનાક્ષીના ઘરની બાલ્કનીમાંથી સુંદર વ્યૂ દેખાય છે અને સોનાક્ષી જણાવે છે કે પોલ્યુશનને કારણે હમણાં અહીંથી સનસેટ નથી જોઈ શકાતો. ટૂંકમાં કહીએ તો સોનાક્ષી અને ઝહિરનું આ સી ફેસિંગ સુંદર હોમ સ્વીટ હોમ એકદમ આલીશાન અને રોયલ છે. તમે પણ સોનાક્ષી અને ઝહિરનું ઘર ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો…
ફેન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું ઘર છે, ઘરના ખુણે-ખુણેથી પ્રેમ, પોઝિટિવિટી અને શાંતિ મળી રહી છે. બીજા એક યુઝરે લખ્યં છે કે દરેક રૂમને એક અલગ સ્ટાઈલથી સજાવવામાં આવ્યો છે. ત્રીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મેં ઘણા એક્ટર્સના ઘર જોયા છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઘર છે. આ ઘરમાં કોઈ એવી વસ્તુ નથી જે તમને ના પસંદ આવે.



