મનોરંજન

પરિવારના મ્હેણાં ટોણા ભૂલી ન્યૂયોર્કમાં પતિ સાથે સ્લિંગ શોટની મઝા માણતી જોવા મળી અભિનેત્રી….

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં પતિ સાથે જીવનનો સૌથી ગોલ્ડન તબક્કો માણી રહી છે. હાલમાં તે પતિ સાથે ન્યૂયોર્કમાં તેનું ત્રીજુ હનીમૂન મનાવી રહી છે. તેણે પતિ ઝહીર ઈકબાલ સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે જોઇને એવું લાગી રહ્યું છે કે સોનાક્ષી બેબી હવે પરિવાર વગર જીવતા શીખી ગઈ છે. આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા તેના પતિ ઝહીર સાથે સ્લિંગશોટની મજા લેતી જોવા મળી રહી છે.

સોનાક્ષી અને ઝહીર અવારનવાર તેમના હનીમૂનના વીડિયો અને તસવીરો શેર કરતા હોય છે. હાલમાં જ સોનાક્ષીએ વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સ્લિંગશોટ રાઈડની મજા લેતા જોવા મળે છે. જ્યારે રાઇડ શરૂ થવાની હતી ત્યારે સોનાક્ષી સિંહાએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીરને તમે રાઇડ પર બેસી આકાશમાં ઊંચાઈ પર જતા અને પછી નીચે આવતા જોઈ શકો છો. આ રાઇડ બાદ સોનાક્ષી સિન્હાનો ચહેરો જોઈને લાગે છે કે તેની હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી


આ વીડિયો શેર કરતા સોના બેબીએ કેપ્શન આપ્યું છે કે, ‘ધ સ્લિંગશૉટ – ક્રેઝીસ્ટ, ઓહ ગોડ, હું મારી સાથે આવું કેમ કરું છું. મેં ક્યારેય સ્લિંગશૉટની રાઇડ નથી માણી. માત્ર ઝહીર જ મને આ રાઇડ માણવા માટે કહી શકે છે. 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે હવામાં 225 ફૂટ… ઉફ, પ્રેમ માટે આપણે શું શું કરીએ છીએ…!

ઝહીરે પણ સોના બેબીના આ વીડિયો પર રિએક્શન આપ્યું છે અને તેની આગામી રાઇડનો ખુલાસો કર્યો છે. ઝહીરે લખ્યું- ‘નેક્સ્ટ સ્ટોપ સ્ટ્રેટોસ્ફિયર ટાવર.’
બંનેને સાથે એન્જોય કરતા જોયા બાદ ચાહકોએ આ કપલના ખૂબ વખાણ કર્યા છે.

દરમિયાન હોમ ફ્રન્ટ પર સોનાક્ષી સિંહા અને તેના ભાઈ લવ સિંહા વચ્ચેના સંબંધો સુધરવાના કોઈ સંકેત દેખાતા નથી. રક્ષાબંધન પર પણ સોનાક્ષી સિંહાએ ભાઈ લવના કાંડે રાખડી બાંધી ન હતી.સોનાક્ષીના લગ્નમાં માતા પૂનમે હસતા મોઢે હાજરી આપીને દીકરીને સાસરે વળાવી તો ખરી, પણ એક મહિના બાદ તેમણે પણ પોતાની દીકરીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અનફોલો કરી દીધી હતી. હાલના સમયમાં તો પ્રેમના તાંતણે બંધાયેલો આખો સિંહા પરિવાર વેરવિખએર થઇ ગયો છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?