Hand Bagની આડમાં શું છુપાવી રહી છે Sonakshi Sinha? ફેન્સ મૂંઝવણમાં…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્નને હજી એક મહિનો માંડ થયો છે ત્યાં હવે બંને પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા હોવાની અટકળોથી અફવાઓનું બજાર એકદમ ગરમ છે. ગઈકાલે જ ઝહિર અને સોનાક્ષી બંને મુંબઈમાં સ્પોટ થયા હતા અને ત્યારે સોનાક્ષીએ ફરી કંઈક એવું કર્યું હતું કે જેને કારણે ફરી એક વખત પ્રેગ્નન્સી (Sonakshi Sinha Pregnancy)ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવો જોઈએ શું કર્યું સોનાબેબીએ-
સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ ગઈકાલે મુંબઈમાં સ્પોટ થયા હતા. બંને જણ ડિનર ડેટ પર ગયા હોવાનું કહેવાય છે. આ દરમિયાન પેપ્ઝે બંનેને કેમેરામાં કેદ કરી લીધા હતા અને આ ડિનર ડેટના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ સમયે સોનાબેબીએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે ફરી એક વખત તેની પ્રેગ્નન્સીની અટકળો તેજ થઈ ગઈ છે.
સોનાક્ષી અને ઝહિરના આ વાઈરલ થઈ રહેલાં ફોટોમાં સોનાક્ષી પોતાની હેન્ડ બેગથી પેટ છુપાવતી જોવા મળી રહી છે અને આ જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે અને એટલે જ તે ક્યારેય પોલકા ડ્રેસથી તો ક્યારેક ક્યારેક ઓવરસાઈઝ્ડ હૂડીથી અને હવે બેગથી પોતાનું પેટ છુપાવી રહી છે.
લેટેસ્ટ ફોટોઝમાં સોનાક્ષી અને ઝહિર એકબીજા સાથે એકદમ કમાલના લાગી રહ્યા છે અને બંને જણ અવારનવાર ડિનર ડેટ પર કે પાર્ટી પર જતાં જોવા મળતાં હોય છે. જોકે, આ બાબતે સોનાક્ષી કે ઝહિર બંનેમાંથી કોઈ ઓફિશિયલની સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ સોનાક્ષીની આ હરકતો જોઈને દાલ મેં કુછ કાલા હૈની ફિલિંગ આવી રહી છે.