લગ્નને એક વર્ષ નથી થયું અને Sonakshi Sinhaએ નણંદ સાથે કર્યું કંઈક એવું કે… ઝહિર પણ જોતો રહી ગયો

હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે ભારતના દરેક પરિવારમાં જે રીતે નણંદ-ભાભી વચ્ચે ખટપટ તો ચાલતી જ હોય છે અને આવું જ કંઈ બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) સાથે પણ કંઈક આવું જ થયું હશે તો ભાઈસાબ એવું નથી. આ તો સોનાક્ષી અને ઝહિર ઈકબાલ (Zaheer Iqbal)ના લગ્નને એક વર્ષ પણ નથી થયું તે ઝહિરની બહેનના લગ્ન થઈ ગયા છે. ઝહિરે બહેનના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને આ સમયે બંને જણ પરિવાર સાથે મોજ-મસ્તી કરતાં જોવા મળ્યા હતા.
ઝહિર ઈકબાલ અને સોનાક્ષી સિંહાના લગ્ન 23મી જૂન, 2024ના થયા હતા. સોનાક્ષી ઝહિરના પરિવાર સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. ઝહિરે સોશિયલ મીડિયા પર બહેનના લગ્નના ફોટો શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે મારી બહેનના લગ્ન… સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને નેટિઝન્સ આ ફોટો પર કમેન્ટ કરીને સોનાક્ષીની ટીખણ કરી રહ્યા છે. ફેન્સે કહ્યું હતું કે સાસરે આવ્યાના એક જ વર્ષમાં નણંદનું પત્તુ સાફ કરી દીધું છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ ઝહિરની બહેનના લગ્નના ફોટોને લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે. ફેન્સ ન્યુલી વેડ્સ કપલને કમેન્ટ સેક્શનમાં શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઝહિરે પોતાના અને સોનાક્ષીના પણ કેટલાક ફોટો પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યા છે. આ ફોટોમાં સોના અને ઝહિર બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ લાગી રહ્યા છે.
આ પણ વાંચો : Zahir Iqbalની હરકતથી પરેશાન Sonakshi Sinhaએ ડરતાં ડરતાં કહ્યું જ્યારથી એને મળી…
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય એક્ટર-એક્ટ્રેસ અને સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાક્ષી અને ઝહિર પણ સોશિયલ મીડિયા સુપર એક્ટિવ રહે છે અને ડેટુ ડે લાઈફના રૂટિન શેર કરતાં રહે છે, પછી એ વેકેશનના ફોટો અને વીડિયોઝ હોય કે ડેટ નાઈટ્સ હોય કે પછી મી ટાઈમવાળી મોજમસ્તી હોય..