પતિ સાથે અંડર વોટર રોમાન્સ કરતી જોવા મળી બી-ટાઉનની આ એક્ટ્રેસ…
બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે જ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્ના સાથેના વિવાદને કારણે સોનાક્ષી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.
હવે ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી છે અને આ વખતે તે પતિ ઝહિર ઈકબાલ સાથેના વેકેશન ફોટોને કારણે ચર્ચામાં છે. અહીંયા તમારી જાણ માટે કે ઝહિર અને સોનાક્ષીના લગ્નને હજી છ જ મહિના થયા છે અને બંને જણ અવારનવાર વેકેશન પર જતા હોય છે અને ત્યાંથી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે આ જ વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા અને લગ્ન થયા છે ત્યારથી આ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતું જોવા મળી રહ્યું છે. સોનાક્ષી અને ઝહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને જણ સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટો ફેન્સ સાથે શેર કરતાં રહે છે.
સોનાક્ષીએ હાલમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી વેકેશનના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સોનાક્ષી અને ઝહિર સમુદ્રમાં અંડર વોટર રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે. બંને જણે આ સમયે મેચિંગ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યો છે. આ કપલ સમુદ્રની વચ્ચોવચ્ચ બોટ પર સેલ્પી લેતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Sonakshi Sinhaના બચાવમાં આવ્યા Shatrughan Sinha, કહ્યું મારા ત્રણેય સંતાનો…
સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે આ જ વર્ષે 23મી જૂનના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ રજિસ્ટર્ડ મેરેજ કરીને બાદમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. સોનાક્ષી અને ઝહિરના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.