Sonakshi weds Zahir: Shatrughna Sinhaએ મૌન તોડ્યું, અને કહ્યું ખામોશ
અભિનેત્રી સોનાક્ષી સિન્હા ત્રણ દિવસ બાદ એટલે 23મી જૂને લગ્ન કરવા જઈ રહી છે, પરંતુ પિતા શત્રુઘ્ન સિંહા લાડકીના લગ્નમાં હાજરી નહીં આપે તેવી જોરદાર ચર્ચા છે. આ સાથે માતા પૂનમ પણ દીકરીના લગ્નથી નારાજ છે, તેવી વાતો સંભળાયા કરે છે. સોનાક્ષીએ બીજા ધર્મનું પાત્ર પસંદ કર્યું હોવાથી નારાજ હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે ત્યારે શત્રુઘ્ન સિન્હાએ મોઢું ખોલ્યું છે અને બધાને કહ્યું છે ખામોશ…
સિન્હાએ એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર દીકરી સોનાક્ષીનું જીવન છે અને મને તેના પર ખૂબ ગર્વ છે. મારી લાડલી છે અને શક્તિનો આધારસ્તંભ માનું છું. હું મારી દીકરીના લગ્નમાં હાજર નહીં રહું, તેમ બની જ ન શકે. આ બધી વાતો ખોટી છે. સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તેના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરું છું. સોનાક્ષી અને ઝહીર એકસાથે ઘણા સારા લાગે છે, તેઓ પોતાનું જીવન સાથે વિતાવવા માંગે છે તે તેમની મરજી છે.
આ પણ વાંચો : Sonakshi Sinhaના લગ્ન પહેલાં જ મમ્મીએ પૂનમે લીધું આ મોટું પગલું…
સિન્હાની આ વાત બાદ હવે સોનાક્ષીના લગ્નથી પરિવાર નારાજ હોવાની વાતો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.