હેં…Sonakshi Sinhaએ પહેલેથી જ લગ્ન કરી લીધા છે? તો પછી 23 જૂને શું થવાનું છે?
કોઈપણ બોલીવૂડ સ્ટારના લગ્ન કે છૂટાછેડાની વાત આવે એટલે જાતજાતના તર્કવિતર્ક થયા વિના રહે નહીં. ખાસ કરીને જ્યારે સ્ટાર કે તેનો પરિવાર ખુલીને વાત ન કરે તો ગોસિપ કરનારાઓને છૂટ્ટો દોર મળી જાય. આવું જ કંઈક શત્રુધ્ન સિન્હાની દીકરી અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાના કેસમાં થઈ રહ્યું છે. સોનાક્ષી અને તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલના લગ્ન વિશે રોજ નવી અપડેટ આવતી હોય છે ત્યારે હવે તેમની એક નજીકની વ્યક્તિએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે તે બન્નેએ પહેલેથી લગ્ન કરી લીધા છે.
આ નજીકની વ્યક્તિનું કહેવાનું છે કે સોનાક્ષી અને ઝહીરે પહેલેથી જ લગ્ન કરી લીધા છે. તેણે એમ પણ કહ્યું કે 23મી જૂને જે સમારંભ છે તેનું ઈન્વીટેશન કાર્ડ આવ્યું છે, પરંતુ તેમાં બન્ને ફેરા ફરશે કે નિકાહ પડશે તે અંગે કંઈ લખ્યું નથી. તે દિવસે બન્ને કોર્ટ મેરેજ કરી શકે છે અથવા તો તેમણે પહેલેથી જ કોર્ટ મેરેજ કરી લીધા છે.
બીજી બાજુ પરિવાર જોરશોરથી તૈયારીમાં લાગી ગયો છે. 19 જૂનથી અલગ અલગ રસમ થવાની છે. જોકે ખૂબ ધૂમધામને બદલે સિન્હા પરિવારે ઘર પરિવારના લોકોને સાથે લઈને જ લગ્ન સમારંભ ઊજવવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો : Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર
સોનાક્ષી અને ઝહીરની મુલાકાત અભિનેતા સલમાન ખાને કરાવી હતી. બન્ને વચ્ચે દોસ્તી થઈ, પછી પ્રેમ અને હવે લગ્નબંધનમાં જોડાવા જઈ રહ્યા છે.
સોનાક્ષીના લગ્ન આંતરધર્મીય હોવાથી અભિનેત્રી લગ્ન બાદ ઈસ્લામ ધર્મ સ્વીકારશે કે શું તે અંગે પણ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે.