સોનાક્ષીએ લગ્ન પછીની પહેલી ઈદની પોસ્ટ શેર કરી, જુઓ વાઈરલ તસવીર

સોનાક્ષી સિંહા અને ઝહીર તેમના લગ્નની જાહેરાતના સમયથી જ ચર્ચામાં રહ્યા છે. તેમને લગતા કોઈ પણ સમાચાર હોય તે જાણવા ચાહકો ઉત્સુક હોય છે. આ કપલ પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતું. તેઓ પોતાની દરેક ઉજવણીની તસવીરો શેર કરીને ચાહકોને અવનવી અપડેટ આપતા રહે છે, જેમાં તાજેતરમાં ઈદની પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.

તેમના લગ્ન એટલા માટે ચર્ચામાં હતા કારણ કે બંને અલગ-અલગ ધર્મના હતા. લોકો તેમની રોમેન્ટિક તસવીરો અને ફની વીડિયોને ખૂબ પસંદ કરે છે. બી-ટાઉનના સૌથી પ્રખ્યાત કપલ્સમાંથી એક, સોનાક્ષી-ઝહીરે, તેમની પ્રથમ ઇદ પતિ અને પત્ની તરીકે ખૂબ જ ખાસ રીતે ઉજવી. આ ખાસ દિવસે તેના ચાહકોને શુભેચ્છા પાઠવતા અભિનેત્રીએ ઈન્સ્ટા પર બે તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો: લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?
આ તસવીરો બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ દેશી અંદાજમાં જોવા મળી રહી છે. તેની પ્રથમ તસવીરમાં તેણે તેના ચાહકોને ગુડી પડવા, બૈસાખી, ઉગાદી, ચેટીચંદ તેમ જ નવરાત્રી અને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

શેર કરેલી બીજી તસવીરમાં તે તેના મિત્ર સાથે જોવા મળી હતી. તેની ઈદ 2025ની તસવીરો વાયરલ થઈ છે. સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાક્ષી બ્લેક અને ઝહીર વ્હાઇટ-બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ નેકપીસ સાથે તેનો ઈદ લુક પૂર્ણ કર્યો હતો.

અભિનેત્રીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સોનાક્ષી ફિલ્મ ‘જટાધારા’થી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. 8 માર્ચે તેણે ફિલ્મમાંથી તેનો પહેલો લુક શેર કર્યો, જેમાં તેનો એક અલગ અવતાર જોવા મળ્યો. વેંકટ કલ્યાણ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે સુધીર બાબુ પણ છે.