જે ફ્લેટમાં લગ્ન કર્યા તે ફ્લેટ સોનાક્ષીએ વેચવા કાઢ્યો?

ફેન્સ અથવા નેટ યુઝર્સની નજર એટલી પારખી હોય છે કે એક ફોટો પણ તેમની માટે કાફી છે. આવું જ થયું છે અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે. એક પ્રોપર્ટી ડિલરે પોતાની એપમાં બાન્દ્રા ખાતેનો એક આલિશાન ફ્લેટ વેચવાનો હોવાની એડવર્ટાઈઝમેન્ટ મૂકી હતી અને તેમાં ઘરનો વીડિયો અને ડિટેઈલ્સ શેર કરી હતી ત્યારે નેટ યુઝર્સે તરત ઓળખી લીધો કે આ સોનાક્ષી સિન્હાનો ફ્લેટ છે અને એ જ જગ્યા છે જ્યાં અભિનેત્રીએ બૉયફ્રેન્ડ જહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા.
આ ફ્લેટ બાન્દ્રા વેસ્ટમા છે. 4200 સ્કેવરફૂટના કાર્પેટ એરિયામાં ફ્લેટ માટે એક ખાસ લિફ્ટ છે. આ સિ-ફેસ ફ્લેટની કિંમત રૂ. 25 કરોડ હોવાનું પણ જાણવા મળે છે. આ વીડ્યો જોઈને ફેન્સ તરત કૉમેન્ટ કરી રહ્યા છે કે આ જગ્યા તો જાણીતી છે.
| Also Read: Sonakshi Sinhaના સ્ટ્રોક સામે ભાઈ Luv Sinhaએ માર્યો Master Stroke, કરી એવી પોસ્ટ કે…
આ સોનાક્ષી સિન્હાનો ફ્લેટ છે. અભિનેત્રીએ આ ફ્લેટમાં જ લગ્ન કર્યા હતા અને તેના ફોટા-વીડિયો પણ શેર કર્યા હતા.
સોનાક્ષીએ જૂન મહિનામાં જહીર સાથે આ ઘરમાં જ સાદાઈથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારની પૂરી સહમતી ન હોવાની વાત બહાર આવી હતી અને તાજેતરમાં પણ રક્ષાબંધનના તહેવારો નિમિત્તે ભાઈને રાખડી ન બાંધવી પડે તે માટે તે પતિ સાથે હનીમૂન મનાવવા ચાલી ગઈ હોવાની ગૉસિપ ચાલી રહી છે.
| Also Read: Stree-2એ રીતિકની ફાઈટરને હરાવી દીધી, બનાવ્યો આ નવો રેકોર્ડ…
આ ફ્લેટ સોનાક્ષીએ ક્યારે ખરીદ્યો તે મામલે અલગ અલગ અહેવાલ છે. તેમે એક ફ્લેટ 2020માં અને બીજો ફ્લેટ 2023માં આ જ બિલ્ડિંગમા ખરીદેલા હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.
| Also Read: કૉલ મી બે’નું ટ્રેલર થયું રિલીઝ, ફૂલ્લ એન્ટરટેઇનર
પણ હવે સવાલ એ છે કે આટલો સરસ ફ્લેટ્સ જ્યાં તેનાં લગ્નની યાદો જોડાયેલી છે તે અચાનક સોનાક્ષીએ વેચવા શા માટે કાઢ્યો છે. આ મામલે કોઈ સત્તાવાર માહિતી તો મળી નથી, પણ સોનાક્ષીએ ફ્લેટ વેચવા કાઢ્યાની ખબર સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. સાચું તો સોનાબેબીને જ ખબર.