મનોરંજન

Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?

અભિનેત્રી સોનાક્ષી સિન્હા બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, એ ખબર આગની જેમ ફેલાઈ ગઈ છે. હજુ સિન્હા પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બન્ને ચાલુ મહિનાની 23મી તારીખે જ લગ્નગ્રંથીથી જોડાવાના છે ત્યારે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

Read more: Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર

એક તરફ પિતા શત્રુધ્ન સિન્હાને અગાઉ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આજકાલના છોકરાઓ તમને પૂછતા નથી તેઓ પાત્ર પસંદ કરીને લાવે છે અને તમારે આશીર્વાદ આપવાના હોય છે. ત્યારે લગ્નની તારીખ વિશે તેમણે કહ્યું કે મને એટલી જ ખબર છે જેટલી મીડિયાને ખબર છે.

Read more: Nita Ambani-Mukesh Ambaniનો આ લૂક જોયો કે? જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

જ્યારે બીજી બાજુ સોનાક્ષીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મારા લગ્ન મામલે બીજાએ આટલો રસ લેવાની જરૂર નથી. લોકો મને અને મારા મમ્મી-પપ્પાને લગ્ન મામલે પૂછયા કરે છે, પણ બીજાના અંગત જીવનમાં આટલો રસ લેવો જોીએ નહીં.
સોનાક્ષી અને ઝહીર ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને સોશિયલ મીડિયા પર પોતાના સાથે હોવાના ફોટા શેર કર્યા કરે છે. જોકે બન્ને મિત્રો હોવાનું જ રટણ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની લગ્નની અટકળો તેજ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બેંક્વેટ હૉલમાં માં સાદાઈથી તેઓ લગ્ન કરવાના છે અને પછી રિસેપ્શન આપવાના છે, તેવી માહિતી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન