
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) હાલમાં જ લગ્નબંધનમાં બંધાઈને જીવનમાં આગળ વધી રહી છે અને પતિ સાથે હનીમૂન એન્જોય કરી રહી છે. પરંતુ લગ્નના આઠ દિવસ 10-12 દિવસ બાદ જ દુલ્હેમિયાં ઝહિર ઈકબાલ (Zaheer Iqbal)એ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઝહિરે હનીમૂન પર કંઈક એવું કર્યું હતું કે સોનાક્ષી અપસેટ થઈ ગઈ છે. ખુદ સોનાક્ષીએ આ વાતનો ખુલાસો કર્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું- સોનાક્ષી સિન્હા હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ ઝહિર સાથે હનીમૂન પર એન્જોય કરતાં ફોટો શેર કર્યા છે, જેમાં બંને જણ સ્વિમિંગ પૂલમાં સનસેટનો લુત્ફ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન જ ઝહિર ઈકબાલે એવું કંઈક કર્યું હતું કે જેને કારણે સોનાબેબી ગુસ્સે થવા માંગતી હતી, પણ તેણે પોતાનો ગુસ્સો હસીને ગળી જવો પડ્યો હતો.
ઝહિરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી એક વીડિયો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી કંઈક ખાતી જોવા મળી રહી છે, પણ જેવો ઝહિર એનો વીડિયો શૂટ કરી રહ્યો છે એ વાત ખબર પડતાં જ એક્ટ્રેસ પોતાનું મોઢું છુપાવી લે છે અને હસવા લાગે છે. ઝહિરે સોનાક્ષીનો આ વીડિયો શેર કરતાંની સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે એ ગુસ્સો કરવા માંગતી હતી, પણ મેં એને હસાવી દીધી છે.
| Also Read: લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ
સોશિયલ મીડિયા પર વિરલ ભાયાણીએ આ વીડિયો સેર કર્યો છે અને આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સ એવા પણ છે કે જેઓ શત્રુઘ્ન સિન્હાની તબિયત ખરાબ હોવા છતાં બંને જણ આ રીતે એન્જોય કરવા માટે સોનાક્ષી અને ઝહિરને આડે હાથ લઈ રહ્યા છે.
સોનાક્ષીએ 23મી જૂનના ઝહિર સાથે સિવિલ મેરેજ કર્યા હતા અને તેમના લગ્નમાં પરિવારના લોકો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જ દિવસે સાંજે કપલે ધમાકેદાર રિસેપ્શન પાર્ટી થ્રો કરી હતી, જેમાં બી-ટાઉનના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.