આ કારણે ભારતમાં કે મુંબઈમાં સ્વિમિંગ નથી કરતી બોલીવૂડની આ જાણીતી એક્ટ્રેસ…

બોલીવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ગયા વર્ષે જ જૂન મહિનામાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તે અવાર નવાર પતિ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે વેકેશન માણતી જોવા મળે છે. સોનાક્ષી એક સારી અદાકારા હોવાની સાથે સાથે જ તે એક સર્ટિફાઈડ સ્વિમર પણ છે. આ જ કારણ છે કે તે અવારનવાર બીચ અને દરિયાકિનારે સ્વિમિંગ કરતી જોવા મળે છે. પરંતુ હવે સોનાક્ષીએ તે મુંબઈ કે ભારતમાં કોઈ જગ્યાએ સ્વિમિંગ કેમ નથી કરતી એ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે સોનાક્ષીએ-
સોનાક્ષી સિન્હાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કરતાં સોનાક્ષીએ જણાવ્યું હતું કે જ્યારે પણ સ્વીમ વેયરની વાત આવે ત્યારે હું ખૂબ જ કોન્શિયસ થઈ જાવ છું. હું હળવાશની પળોમાં અને આનંદ માટે સ્વિમિંગ કરું છું, પણ હું નથી ઈચ્છતી કે સ્વિમ વેયરના મારા ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થાય.
ઈન્ટરવ્યુમાં આગળ સોનાક્ષીએ એવું પણ જણાવ્યું હતું કે હું હંમેશા સ્વિમ વેયર પહેરતી વખતે વિચારતી હતી અને એમાં પણ જ્યારથી હું મોટી થઈ છે ત્યારથી તો ખાસ. હું મુંબઈ કે ભારતમાં સ્વિમિંગ નથી કરતી, કારણ મને નથી ખબર કે કોઈ ચોરી છુપે મારો ફોટો ક્લિક કરીને એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશે. હું હંમેશા ટ્રાવેલ કરતી વખતે સ્વિમિંગ કરું છું, ડાઈવ લગાવું છું.
આ પણ વાંચો : પિતા બીમાર અને સોનાક્ષીની પ્રેગનન્સીની ખબરઃ સિન્હા પરિવારમાં શું ચાલી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના વજજને કારણે સોનાક્ષીને ઘણું બધું સહન કરવાનો વારો આવ્યો છે. એકાદ વખત તો પોતાના વધતા વજનને કારણે સોનાક્ષીને ફિલ્મમાં રોલ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, એવું કહીને કે તે આ રોલમાં સારી નહીં લાગે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષીએ વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને 2024માં તે ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અને કકૂડામાં જોવા મળી હતી. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં પણ જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં જ તે નિકિતા રોય ઔર ધ બુક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે.